US: ફ્લોરિડામાં યોગ સ્ટૂડિયો પર ગોળીબાર, હુમલાખોર સહિત 3ના મોત- 5 ઘાયલ

Date:2018-11-03 10:46:09

Published By:Jay

વોશિંગ્ટનફ્લોરિડાના ટેલાહાસીમાં આલેવા એક યોગ સ્ટૂડિયોમાં શુક્રવારે સાંજે ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. ત્યારપછી શૂટરે પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં કુલ પાંચ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરની ઓળખ થઈ શકી નથી અને હુમલો કરવાનું કારણ પણ સ્પષ્ટ થયું નથી.

 ટેલાહાસી પોલીસ ચીફ ડી-લીઓનું કહેવું છે કે, શહેરના લોકો ખૂબ ડરેલા છે. લોકોને ઘરમાંથી બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.શહેરના કમિશ્નર સ્કોટ મેડોક્સે ઘટના સામે દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમણે પહેલાં પણ ઘણી ખરાબ ઘટનાઓ જોઈએ પરંતુ પહેલાં આટલું ખરાબ વાતાવરણ તેમણે ક્યારેય નથી જોયું.

ઈજિપ્તના મિન્ય શહેરમાં શુક્રવારે ઈસ્લામિક ટેસ્ટ (આઈએસ)ના આતંકીઓએ ખ્રિસ્તી તીર્થ યાત્રીઓથી ભરેલી એક બસ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. હુમલામાં સાત લોકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે તીર્થ યાત્રીઓ કાહિરાથી 200 કિમી દૂર સેન્ટ સેમ્યુલ મોનેસ્ટ્રીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે આતંકીઓએ બસને ઘેરીને તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સિસીએ હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે, દોષિતોને છોડવામાં નહીં આવે. હાલ ઈજિપ્તની સેના હુમલાખોરોને પકડવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close