ભારતને ઇરાન પાસેથી ક્રૂડ આયાતની USએ આપી મંજૂરી, 8 દેશોને છૂટ આપવી અમેરિકાની મજબૂરી

Date:2018-11-03 11:10:36

Published By:Jay

નવી દિલ્હીઅમેરિકાએ ભારત સાથે અન્ય દેશોને ઈરાનમાંથી ક્રૂડ ઓઈલની છૂટ આપવાનો નિર્ણય કરી લીધો છે. છૂટ મેળવનારા દેશોમાં જાપાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ પણ થાય છે. ટ્રમ્પ તંત્રએ એક સિનિયર અધિકારીએ તેની ઓળખ ગુપ્ત રાખવાની શરતે તેની માહિતી બ્લૂમબર્ગને આપી છે. તેમણે કહ્યું કે અમેરિકન વિદેશીમંત્રી માઈકલ પોમ્પિયો શુક્રવારે તેની જાહેરાત કરશે. ઈરાનથી ક્રૂડ ઓઈલ પર નવેસરથી લાગી રહેલા અમેરિકન પ્રતિબંધો 5 નવેમ્બરથી અમલી થઈ જશે.

અમેરિકન ન્યૂક્લિયર સોદા પર ઈરાન સાથે નવેસરથી વાતચીત કરવા માગે છે, પરંતુ ઈરાન તેના માટે તૈયાર નથી. ટેબલ પર વાતચીત લાવવાનું દબાણ બનાવવા માટે અમેરિકા ઈરાનના અર્થતંત્રને હચમચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી તેણે દુનિયાને 4 નવેમ્બર બાદથી ઈરાનમાંથી ક્રૂડ નહીં ખરીદવાની અપીલ કરી છે. જોકે, તે કેટલાક દેશો પ્રત્યે શરતે નરમાઈ રાખી શકે છે કે તેઓ ધીમે ધીમે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદીનું પ્રમાણ ઘટાડતા રહેશે. ભારત જેવા દેશોની પણ દલીલ છે કે ઈરાનનો એક વખતમાં બહિષ્કાર કરવામાં આવશે તો ક્રૂડના ભાવ આકાશને આંબી શકે છે, જેની ક્રૂડની આયાત કરનારા અર્થતંત્રો પર વિપરીત અસર પડશે.

ઈરાની ક્રૂડની સૌથી વધુ આયાત કરનાર ચીન છૂટ મેળવવાની શરતો પર હજી પણ અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ઘટનાથી માહિતગાર સૂત્રોએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે ખુલાસો કર્યો છે. જોકે, પ્રકારની છૂટ મેળવનારા દેશોમાં ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન સિવાય કયા ચાર દેશ છે તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી.


ઓઈલ માર્કેટને જાણવા મળ્યું છે કે કેટલાક દેશોને અમેરિકાની છૂટ મળવાની છે તો ગયા મહિને ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 15 ટકા ઘટીને 85 ડોલર પ્રતિ બેરલ આવી ગયો હતો. સાથે ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે અન્ય સભ્ય દેશો તરફથી ક્રૂડ પુરવઠો વધારવાના આશ્વાસનથી પણ બ્રેન્ટ ક્રૂડના ભાવને સ્થિરતા મળી. અમેરિકન અધિકારીઓએ નથી જણાવ્યું કે ઈરાન પાસેથી કેટલા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાતની છૂટ અપાશે. જોકે, તેમણે એટલું જરૂર કહ્યું છે કે જે દેશોને ઈરાનમાંથી ક્રૂડની આયાતની છૂટ મળશે તે અસ્થાયી હશે.

ટ્રમ્પ તંત્ર સામે ઈરાનને બોધપાઠ શીખવાડવાનો તેનો પ્રયાસ નિષ્ફળ જાય તે માટે ઈરાન પર લગાવેલા પ્રતિબંધોને અસરકારક સાબિત કરવાનો પડકાર છે. કારણ છે કે તે કેટલાક દેશો સાથે નરમાઈથી વર્તવા માટે મજબૂર બન્યું છે, જેથી ઓઈલ માર્કેટમાં પર્યાપ્ત પુરવઠો થતો રહે અને ક્રૂડના ભાવમાં અસાધારણ વધારો થાય.

 

Cricket Score

WhatsApp Registraltion

Close