US: ટ્રમ્પે ટીવી 'શો ગેમ ઓફ થ્રોન્સ'ની ટેગલાઇન કોપી કરી, ચેનલે વિરોધ વ્યક્ત કર્યો

Date:2018-11-03 11:52:49

Published By:Jay

વોશિંગ્ટનઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટ વિશે એચબીઓ ચેનલે વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે શુક્રવારે 'સેંક્શંસ આર કમિંગ નવેમ્બર 5' લખીને તેમના ફોટો સાથે ટ્વિટ કર્યું છે. તેમણે ઈરાન પર 5 નવેમ્બરથી લાગુ થનારા અમેરિકન પ્રતિબંધો વિશે આવું લખ્યું છે.

એચબીઓ ચેનલે તેને તેમનો પોપ્યુલર શો ગેમ ઓફ થ્રોન્સની સિગ્નેચર લાઈન 'વિન્ટર ઈઝ કમિંગ' સાથે જોડીને જોયું છે. ટ્રમ્પના શબ્દોમાં અંગ્રેજીની '' લેટર પર વર્ટિકલ ક્રોસ કર્યું છે. તે સ્ટાઈલ પણ ગેમ ઓફ થ્રોન્સના લોગો જેવું છે. એચબીઓના શોમાં 'વિન્ટર ઈઝ કમિંગ'નો અર્થ હવામાન સાથે જોડાયેલી ચેતવણી સ્વરૂપે કરવામાં આવે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે એચબીઓએ ટ્રમ્પને જવાબ આપતા કહ્યું છે કે, અમને આનાથી દૂર રાખો. અમે અમારા ટ્રેડમાર્કનો રાજકીય ઉપયોગ થાય તેવું નથી ઈચ્છતા. ગેમ ઓફ થ્રોન્સના કલાકારોએ પણ ટ્રમ્પના ટ્વિટની નિંદા કરી છે.

ઘણાં વર્ષોથી ટ્રમ્પ અને અચબીઓ વચ્ચે વિવાદ છેડાયેલો છે. દરમિયાન ટ્રમ્પે દર્શકોને એચબીઓનું એકાઉન્ટ રદ કરવાનું પણ કહ્યું હતું. કારણકે ચેનલ પર અમેરિકન કોમેડિયન બિલ માહેરનો ટોક શો આવતો હતો. ટ્રમ્પનો માહેર સાથે વિવાદ હતો.

અમેરિકાએ 2015માં ઈરાન સાથે થયેલા પરમાણુ કરારમાં પોતાને વર્ષે મે મહિનાથી અલગ કરી દીધાં છે. ત્યારપછી ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ નવા પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા પ્રતિબંધો દ્વારા ઈરાનના ઓઈલ સેક્ટરસાથે જોડાયેલા બેન્કિંગ, શિપિંગ, ઈન્સ્યોરન્સ સહિત 700 બિઝનેસ પ્રભાવીત થશે.

ટ્રમ્પ ઈચ્છે છે કે, દુનિયાના બાકી દેશો પણ 5 નવેમ્બર પહેલાં ઈરાન પાસેથી તેલ સપ્લાય બંધ કરી દે નહીં તો તેમના ઉપર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. જોકે ભારત સહિત 8 દેશોને પ્રતિબંધમાંથી છૂટ મળવાની આશા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close