વસ્ત્ર પરિધાન ક્ષેત્રે સંસ્કાર જિન્સ પેન્ટ લોંચ...!

Date:2018-11-06 15:40:21

Published By:Jay

યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિએ હવે તૈયાર વસ્ત્રોના બજારમાં પ્રવેશ કર્યો છે. આજે ધનતેરસના દિવસે દિલ્હીના નેતાજી સુભાષ પ્લેસમાંપતંજલિ પરિધાનના નામનો પ્રથમ શોરૂમ શરૂ કરાયો છે. બાબાની સાથે જાણીતા પહેલવાન સુશીલકુમાર, ફિલ્મ પ્રોડ્યુસર મધુર ભંડારકર પણ પ્રસંગે હાજર રહ્યાં હતાં. શો રૂમમાં 3 હજાર વેરાઇટીઓ છે જેમાં મેન્સ વેરમાં સંસ્કાર જિન્સ પેન્ટનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત પરિધાનમાં લિવ ફિટ સ્પોર્ટસ વેર, એથનિક વેર. આસ્થા વુમેન્સ વેર અને સંસ્કાર મેન્સ વેરનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં સમગ્ર દેશમાં પતંજલિ પરિધાન શો રૂમ શરૂ થશે.

Cricket Score

WhatsApp Registraltion

Close