રાજ્યમાં 300 કિલો સોનુ વેચાયું, અમદાવાદીઓએ 150 કિલો ખરીદ્યું, 400 કિલોમાંથી 200 કિલો ચાંદી અમદાવાદીઓએ ખરીદી

Date:2018-11-06 16:04:28

Published By:Jay

અમદાવાદધનતેરસના શુભ દિવસે લોકોમાં સોના-ચાંદીની ખરીદીમાં અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. સારા ચોઘડિયામાં સોના-ચાંદીની ખરીદી માટે રીતસરની લાઈન જોવા મળી હતી. સોમવારે અમદાવાદીઓએ અંદાજે 150 કિલો સોનુ અને 200 કિલો ચાંદીની ખરીદી કરી હતી. જ્યારે રાજમાં 300 કિલો સોનુ અને 400 કિલો ચાંદીનું વેચાણ થયું છે. છેલ્લા બે વર્ષથી વૈશ્વિક તેજીના પગલે સોનાના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ધનતેરસ હોય કે દશેરા, પુષ્યનક્ષત્ર હોય કે દિવાળી સોનાની ખરીદી હમેશા એવરગ્રીન રહી છે.

સોમવારે શહેરના માણેકચોક, સી.જી. રોડ સહિતના વિવિધ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. સોની બજારના આશીષ ઝવેરીએ જણાવ્યું હતું કે, વખતે પૂજનના મુર્હત મોડા હોવાથી ગ્રાહકો પણ સોના-ચાંદીની ખરીદી મોડી રાત્રે કરશે તેમજ ડિલેવરી લેશે. જેથી મોડી રાત સુધી સોની બજારો ધમધમતા જોવા મળ્યા હતા.સોનાને સલામત રોકાણના વિકલ્પ તરીકે પસંદ કરીને ખરીદી કરી રહ્યા છે. હવે જેના કારણે તહેવારો દરમિયાન ખરીદીમાં વધારો થયો છે.

ઇન્ટરનેટ અને ઓનલાઇન યુગમાં પણ વેપારીઓએ પરંપરાગત ચાલતા ચોપડા પૂજન માટે ખરીદી કરી હતી. વેપારીઓનું કહેવું છે કે, કાગળ પર 18 ટકા જીએસટી લાગવાના કારણે રોજમેળના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે તેમ છતાં ધનતેરસે વેપારીઓ ચોપડા ખરીદી કરવા ઊમટી પડ્યા હતા. ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસો.ના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીએ વખતે રોજમેળના ભાવમાં 25 ટકાનો વધારો છે. આદિકાળથી રૂપિયાનો સવા રૂપિયો થાય તે માટે વેપારીઓ ચોપડામાં શ્રી સવા કરીને પૂજન કરતા હોય છે.

કેટલું સોનુ-ચાંદી વેચાયા

અમદાવાદમાં
સોનુ - 150 કિલો
ચાંદી- 200 કિલો

રાજ્યમાં 
સોનુ - 300 કિલો
ચાંદી- 400 કિલો

 

Cricket Score

WhatsApp Registraltion

Close