શિક્ષકોની દિવાળી સુધરી, ચાલુ માસમાં ચૂકવાશે 7માં પગારપંચના તફાવતનો પહેલો હપ્તો

Date:2018-11-06 16:13:17

Published By:Jay

અમદાવાદઃ દિવાળીના આગલા દિવસે રાજ્ય સરકારે શિક્ષકોને ખુશ કરતો નિર્ણય કર્યો છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી છે. પગારની ચૂકવણી ચાલુ માસમાં કરી દેવામાં આવશે. ગુજરાત સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણસ્કેલ ટુ સ્કેલના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close