વેસ્ટ ઇન્ડિઝને 71 રને હરાવી ભારતે સતત સાતમી T-20 સીરિઝ જીતી

Date:2018-11-07 09:58:47

Published By:Jay

ભારતે બીજી ટી20 મેચમાં વિન્ડીઝને 71 રને હરાવીને ત્રણ ટી20 મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે. સુકાની રોહિત શર્માની (અણનમ 111) ચોથી સદીની મદદથી ભારતે પહેલા બેટીંગ કરતા બે વિકેટે 195 રનનો સ્કોર કર્યો હતો. રોહિતે 61 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને અણનમ 111 રન કર્યા હતા. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી કરનાર બેટ્સમેન બની ગયો છે. મેચ પહેલા ન્યુઝીલેન્ડનો મુનરો (ત્રણ સદી) સાથે સંયુક્ત રીતે ટોચના સ્થાને હતો. જવાબમાં વિન્ડીઝે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 124 રન કરી શકી હતી.

રોહિત અને ધવને પહેલી વિકેટ માડે 14 ઓવરમાં 123 રનની ભોગીદારી નોંધાવી હતી. વિન્ડીઝ સામે ટી20માં ભારત તરફથી સૌથી મોટી ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી. પહેલાનો રેકોર્ડ 64 રનનો હતો. કોહલી અને ધવને 2017માં ભાગીદારી નોંધાવી હતી. જોકે નંબર 3 પર આવેલ રિષભ પંત નિષ્ફળ રહ્યો હતો. તેણએ 6 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 5 રન કરી શક્યો હતો અને પિયરની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ રોહિત અને લોકેશે ત્રીજી વિકેટ માટે અણનમ 62 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે 14 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા.

વિન્ડીઝ સામે ભારતે બીજી ટી20 જીતવાની સાથે સીરિઝ પણ 2-0થી કબ્જે કરી લીધી છે. જીતનો હિરો રોહિત શર્મા રહ્યો હતો. રોહિતે 111* રનની શાનદાર ઇનીંગ રમી હતી. રોહિતની સદી સાથે ટી20 ફોર્મેટમાં વધુ સદી કરનાર ખેલાડી બની ગયો છે. રોહિતે ટી20માં સૌથી વધુ 4 સદી નોંધાવી છે. તો સચિન તેંડુલકર ટેસ્ટમાં 51 અને વન-ડેમાં 49 સદી નોંધાવી છે.

રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન કરવાના મામલામાં રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે 86 મેચમાં 2203 રન કર્યા છે. મેચ પહેલા રેકોર્ડ 2102 રન સાથે વિરાટ કોહલીના નામે હતો. વર્લ્ડ રેકોર્ડ ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ (2271)ના નામે છે.

કુલદીપ યાદવે મેચમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી છે. સાથે તેણે વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર અફઘાનિસ્તાનના રાશિદ ખાનની બરોબરી કરી. કુલદીપે 28 મેચમાં 72 વિકેટ ઝડપી છે. રાશિદે 29 મેચમાં 72 વિકેટ ઝડપી છે. .આફ્રિકાના રબાડા અને ઇંગ્લેન્ડના આદિલ રાશિદ 64-64 વિકેટ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close