આસારામની મોટેરા સ્ટેડિયમ પાસેની 22 હજાર ચોરસ વાર જમીન પર EVM મૂકવા માટે સ્ટ્રોંગ રૂમ બનાવાશે

Date:2018-11-07 10:11:30

Published By:Jay

અમદાવાદદુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આસારામની મોટેરા સ્ટેડિયમ પાસે આવેલી જમીન રાજ્યના મહેસૂલ વિભાગે કબ્જે કરી છે. 44 હજાર ચોરસવાર જમીનમાંથી સરકારે 22 હજાર ચોરસવાર જમીન સ્ટ્રોંગ રૂમ બનાવવા માટે આપી છે. જમીન પર બે બિલ્ડિંગ ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. જમીન પર બિલ્ડિંગનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. બિલ્ડિંગમાં આગામી લોકસભાની ચૂંટણીના ઇવીએમ સહિતના મશીનો મૂકીને શુભારંભ કરાશે. રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્ટ્રોંગરૂમ બનાવવાના છે.

સાબરમતી મોટેરા સ્ટેડિયમ પાસે જડ્ડીબુટ્ટીની વાવણી કરવાના હેતુસર ગુજરાત સરકાર તરફથી આસારામને 44 હજાર ચોરસવાર જમીન ફાળવવામાં આવી હતી. જમીન મહિના પહેલાં સરકારે કબ્જે કરી લીધી છે. બિલ્ડિંગ પર બાંધકામ કરવા માટે 18 સપ્ટેમ્બરના રોજ બિલ્ડરને કામગીરી સોંપાઇ છે. હાલ બાંધકામની કામગીરી ચાલી રહી છે. મહિનામાં આનું કામ પૂર્ણ કરવામાં આવશે. જ્યાં આગામી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કંપનીમાંથી આવેલાં 8 હજાર બેલેટ યુનિટ (બી.યુ. ) તથા 8 હજાર કંટ્રોલ યુનિટ ( સી.યુ.)ને મૂકવામાં આવશે. મશીનોની 15મી નવેમ્બર પછી ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

લોકસભાની ચૂંટણી માટે કંપનીમાંથી 16 હજાર નવા બેલેટ યુનિટ તથા કંટ્રોલ યુનિટોને આવી ગયા છે. હાલ તેને ઘોડા કેમ્પમાં મુકાયા છે. આગામી દિવસોમાં 24 હજાર વીવીપેટ મશીનો આવી જશે. નવાઇની વાત તો છે કે, વખતના નવા બી.યુ. તથા સી.યુ. નહીં બલ્કે બેગ પણ નાની થઇ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close