PM મોદી કેદારનાથ પહોંચ્યા, કરશે બાબાનો જળાભિષેક-ષોડશોપચાર પૂજા

Date:2018-11-07 10:28:37

Published By:Jay

દેહરાદૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન પહોંચ્યા. વખતે તેઓ કેદારનાથ ધામમાં દિવાળી મનાવશે. સાથે તેઓ કેદારપુરી પુનર્નિમાણ પરિયોજનાના કામકાજની સમીક્ષા પણ કરશે. તેઓએ ગત વર્ષે ઓક્ટોબરમાં પાંચ પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક આપદામાં તીર્થસ્થળના આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. વડાપ્રધાન છેલ્લાં ચાર વર્ષની જેમ વર્ષે પણ જવાનોને મળીને તેઓને દિવાળીની શુભેચ્છા આપી શકે છે.

રૂદ્રપ્રયાગના કલેકટર મંગેશ ઘિલ્ડિયાલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 7 ઓક્ટોબરે સવાર કેદારનાથ ધામ પહોંચશે. દર્શન અને પૂજા કરી લગભગ બે કલાક જેવો સમય તેઓ અહિં વિતાવશે. તેઓ મંદાકિની નદીના કિનારે ચાલી રહેલાં પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. શનિવારથી રવિવાર વચ્ચે કેદારનાથમાં ભારે બરફ વરસાદ થયો હોવાથી પ્રશાસનનો પડકાર વધી ગયો છે. મંદિર પરિસર અને રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close