મહેળાવમાં મેળા દરમ્યાન ચકડોળ તૂટી પડતાં ત્રણ ઘવાયા

Date:2018-11-07 10:36:00

Published By:Jay

પેટલાદ -પેટલાદ તાલુકાના મહેળાવ ગામે મેળા દરમ્યાન મધ્યરાત્રીના સુમારે ચકડોળ તૂટી પડતાં ત્રણને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. અંગે મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર મહેળાવમાં દર વર્ષે આસો સુદી બારસના રોજ રાત્રીના સુમારે માંડવડીનો મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડે છે. ગત ૨૧મી તારીખના રોજ યોજાયેલા મેળામાં રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે ચકડોળ તૂટી પડતાં સંજયભાઈ ગોપાલભાઈ બારૈયા, છાયાબેન, પુર્વીતકુમાર સહિત કેટલાકને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તઓને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ચકડોળના ચાલક મોહસીનખાન ઐયુબખાન પઠાણ (રે. પેટલાદ) વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

Cricket Score

WhatsApp Registraltion

Close