દિપાવલી પર્વ મંદિરોમાં નયનરમ્ય રોશનીનો ઝગમગાટ

Date:2018-11-07 10:39:46

Published By:Jay

આણંદ -દિવાળીના પાવન પ્રકાશમય પર્વે ચરોતરના વિવિધ મંદિરોની વિધવિધ પ્રકારની રોશની, દીવડાંથી ઝળહળી ઉઠયા છે. નડિયાદના શ્રી સંતરામ મંદિર, યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડજી મંદિર, વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પર્વ નિમિત્તે વિશેષ રોશનીના ઝગમગાટ સાથે પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. 

પ્રકાશપર્વ તરીકે ઉજવાતા દિપાવલી મહોત્સવનું હિન્દુ ધર્મમાં વિશેષ માહાત્મય રહેલું છે. ભગવાન શ્રીરામ લંકા વિજય બાદ અયોધ્યા પરત આવ્યા ત્યારે સૌએ ફટાકડાં ફોડી, દિવડાં પ્રગટાવીને ભગવાન શ્રીરામ સહિત સૌનું સ્વાગત કર્યુ હતું. પ્રભુ શ્રીરામના સમયથી ઉજવાતા પ્રકાશ પર્વને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે. આથી વિશ્વના વિવિધ વિસ્તારોમાં રહેતા હિન્દુ પરિવારો દિવાળીની આનંદ, ઉલ્લાસભરી ઉજવણી કરે છે. 

આણંદ, ખેડા જિલ્લાના નાના, મોટા મંદિરો રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. જેમાં ડાકોરમાં શ્રી રણછોડજી મંદિરના શિખર સુધી લગાવાયેલ રોશનીનો ઝગમગાટ દૂર-દૂરથી નિહાળીને ભાવિકજનો આનંદ અનુભવે છે. નડિયાદના શ્રી સંતરામ મંદિર પરિસરમાં લગાવેલ મનોરમ્ય લાઇટીંગ રાત્રિના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ ંછે. પ્રકાશ પર્વ સર્વના જીવનમાં પ્રકાશ ફેલાય અને સૌનું દુ: દૂર થાય તેવા ભાવ સાથે મંદિર તરફથી સૌને આશીર્વાદ પાઠવવામાં આવી રહ્યા છે. વડતાલમાં સોનાના મંદિર તરીકેની ઓળખ મેળવનાર શ્રીલ-મી નારાયણ દેવ મંદિરે દિવાળી પર્વ કરાયેલ રોશનીનો ઝગમગાટ ભાવિકજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close