અયોધ્યામાં 3 લાખ દીપ પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

Date:2018-11-07 10:47:19

Published By:Jay

અયોધ્યા-યોગી સરકારે શહેરોના નામ બદલવાની સાથે બીજી એક સિદ્ધી પણ હાંસિલ કરી છે. અયોધ્યામાં દીપોત્સવ 2018 ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે. ઉત્સવમાં સરયૂ નદીના કિનારે 3,01,152 દીવા પ્રગટવવામાં આવ્યા હતા.


અવસર પર ગિનીઝ બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ અયોધ્યામા હાજર હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગી સરકારે ખાસ આયોજન કર્યું હતું. કાર્યક્રમના સફળ થયા બાદ ગિનીઝ બુકના અધિકારીઓએ સીએમ યોગીને પ્રમાણપત્ર સોપ્યું હતું. દરમિયાન યુપીના રાજ્યપાલ રામ નાઇક, લાલજી ટંડન અને દક્ષિણ કોરિયાની ફર્સટ લેડી કિમજોંગ સુક પણ હાજર હતા.  

કાર્યક્રમમાં સીએમ યોગીએ જાહેરાત કરી હતી કે, ફૈઝાબાદ જિલ્લાનું નામ આજથી અયોધ્યા કરવામાં આવ્યું છે. યોગીએ જણાવ્યું હતું કે, અયોધ્યાની સાથે કોઇ અન્યાય કરી શકતું નથી. સીએમ યોગીને નિર્ણયને ગુડ ન્યુઝ ગણાવ્યા હતા. એવું લાગી રહ્યું છે કે, ચૂંટણી પહેલા સરકાર હિંદુત્વને વધારો આપવામાં લાગી છે. યોગીએ જણાવ્યું કે, અમે સત્તામાં એટલા માટે આવ્યા છે કે, જેથી અયોધ્યામાં કોઇ અન્યાય થાય. પ્રત્યેક ભારતીય જાણે છે કે, અયોધ્યા શું ઇચ્છે છે. જોકે તેમણે રામ મંદિરનું નામ લીધું નહતું.

દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે અલ્હાબાદનું નામ બદલવા અંગે વિરોધ કરનારાઓને ઉત્તર આપતા જણાવ્યું હતું કે, લોકો કહી રહ્યા છે કે, કેમ અલાહાદનું નામ બદલી નાખ્યું, નામથી શું થાય છે? મેં તેમને જણાવ્યું તમારા માતા-પિતાએ તમારું નામ રાવણ અને દુર્યોધન કેમ નથી રાખ્યું?

 

Cricket Score

WhatsApp Registraltion

Close