અડધો કિલોમીટર ચાલીને PM મોદીએ બાબા કેદારનાથના દર્શન- જળાભિષેક કર્યાં

Date:2018-11-07 11:05:34

Published By:Jay

દેહરાદૂનઃ વડાપ્રધાન મોદી ઉત્તરાખંડના હર્સિલમાં જવાનો સાથે દિવાળી મનાવ્યાં બાદ કેદારનાથ પહોંચ્યા છે. જ્યાં તેઓએ બાબા કેદારનાથના દર્શના કર્યાં. લગભગ અડધો કિલોમીટર ચાલી મોદી બાબા કેદારનાથના દરબારમાં પહોંચ્યા. બાબા કેદારનાથમાં જળાભિષેક કર્યાં બાદ વડાપ્રધાન મોદી દિવાળી પણ મનાવશે. કેદારનાથમાં કેબિનેટ મંત્રી પ્રકાશ પંત, ધનસિંહ રાવતભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ અને આચાર્ય બાલકિશને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. તેઓ કેદારપુરી પુનર્નિમાણ પરિયોજનાના કામકાજની સમીક્ષા પણ કરશે. તેઓએ ગત વર્ષે ઓક્ટોબરમાં પાંચ પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક આપદામાં તીર્થસ્થળના આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું.

કેદારનાથ પહોંચ્યા તે પહેલાં તેઓએ હર્સિલમાં ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે મુલાકાત કરી. તેઓને મિઠાઈ પણ વહેંચી. વડાપ્રધાન છેલ્લાં ચાર વર્ષથી જવાનો સાથે દિવાળી મનાવે છે. દેહરાદૂનથી નીકળતાં પહેલાં તેઓએ ટ્વીટ કરી લોકોને દિવાળીની શુભેચ્છા આપી. પીએમએ ટ્વીટમાં લખ્યું, "દિવાળી લોકોના જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ લાવે."

 

Cricket Score

WhatsApp Registraltion

Close