અયોધ્યાઃ CM યોગી આદિત્યનાથે રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન કર્યાં

Date:2018-11-07 11:36:07

Published By:Jay

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે છે. બુધવારે પોતાની મુલાકાતના બીજા દિવસે આદિત્યનાથે રામજન્મ ભૂમિ જઈને રામલલ્લાના દર્શન કર્યાં. પહેલાં તેઓ હનુમાન ગઢી પહોંચ્યા હતા જ્યાં તેઓએ બજરંગ બલીના દર્શના કર્યાં. તેઓ દિગંબર અખાડા અને સરયૂ ઘાટ પણ જવાના છે. જે બાદ દિવાળીની ઉજવણી માટે તેઓ ગોરખપુર જવા રવાના થશે.

મંગળવારે અયોધ્યામાં ઉજવી ભવ્ય દિવાળી


-
સીએમ યોગીએ મંગળવારે અયોધ્યામાં ભવ્ય દિવાળી ઉજવી હતી.
-
અયોધ્યાના રામની પૈડી પર દીપોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યાં.
-
અયોધ્યા હેલીપેડ પર સીએમ યોગીનું ભગવાના રામ-સીતા સ્વરૂપે સ્વાગત કર્યું અને રામ કથા પાર્ક રાજ્યભિષેક કરાયો.
-
અવસરે મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોંગ સુક, પ્રદેશના રાજ્યપાલ રામ નાઇક, બિહારના રાજ્યપાલ લાલજી ટંડન, વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ સહિત કેબિનેટના અનેક મંત્રીઓ હાજર રહ્યાં હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close