પેટ્રોલ અને બેટરીથી ચાલનારી પહેલી ઈન્ડિયન બાઈક, જાણો તેની ખાસિયતો

Date:2018-11-07 11:42:02

Published By:Jay

TVS વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સપો 2018માં પોતાની કોન્સેપ્ટ બાઈક TVS Zeppelin રજૂ કરી હતી. એવું માનવામાં આવી રહ્યુ હતુ કે, કંપની તેને વર્ષે લોન્ચ પણ કરી દેશે. જોકે, મળતી માહિતી અનુસાર, હવે બાઈક આવતા વર્ષે લોન્ચ થશે. ક્રૂઝર બાઈક દેખાવમાં જેટલી પાવરફુલ છે, એટલી હાઈટેક પણ છે. કંપનીની પહેલી એવી બાઈક છે, જેમાં 220ccના પેટ્રોલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવી છે.

બાઈકમાં 1200 વોટની કિજનરેટિવ આસિસ્ટ મોટર આપવામાં આવી છે, જે 48 વોલ્ટની લિથિયમ આર્યન બેટરીની સાથે આવે છે. એટલી પાવરફુલ છે કે, 20 ટકા વધુ ટોર્ક જનરેટ કરે છે, જોકે, તેનું એન્જિન કેટલો પાવર અને કેટલો ટોર્ક જનરેટ કરશે, તે અંગે કંપનીએ હજુ કોઈ માહિતી આપી નથી.

જેપલિનના ડિઝાઈનની વાત કરીએ તો તેમાં રોબોટના મોઢા જેવો LED લેમ્પ આપવામાં આવ્યો છે. તે ફ્લેટ અને ખૂબ પહોળો છે. તેમાં હેલોજન જેવી દેખાતી લાઈટ લગાવવામાં આવી છે. બાઈકમાં એલોય વ્હિલની સાથે ટ્યુબલેસ ટાયર પણ મળશે. કંપનીએ બાઈકમાં બાયો નામની સ્માર્ટ એક્સેસ સ્વિચ પણ આપી છે. જોકે, તે કઈ રીતે કામ કરશે તે અંગે કોઈ જાણકારી નથી. બાઈકમાં એક્શન કેમેરો, ક્લાઉટ કનેક્ટિવિટીવાળું ઈન્ફોટેનમેન્ટ મીટર અને કંટ્રોલ કરવા માટે ABS પણ આપવામાં આવ્યુ છે.

મળતી માહિતી અનુસાર, તેની કિંમત 1.20 લાખથી 1.80 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. જો તેની કિંમત 1.2 લાખની આસપાસ હોત તો તે Bajaj Avenger, Suzuki Intruderને ટક્કર આપતે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close