કેવું રેહશે આ વર્ષ ? જુઓ દિવાળી રાશી ફળ...

Date:2018-11-07 11:45:46

Published By:Jay

. મેષ : ૧૦ કોઈન્સ

વર્ષની શરૂઆત સારી રહેશે તથા, નવીન અને વધુ અનુકૂળ પરિસ્થિતિ માં આપ એન્જોય કરશો. આપને મળતી તકો માંથી શ્રેષ્ઠ પસંદ કરીને કારકિર્દીના નવા શિખરો પર લઇ જવાના સંજોગ બનશે. પ્રમોશન, આવક માં વૃદ્ધિ અને કાર્યો માં સફળતા મળશે. આપના પારિવારિક સંબંધો માં પણ ખુશીઓ જળવાઈ રહેશે અને અવિવાહીતો માટે વર્ષ ફળદાયી રહેશે, સુયોગ્ય પાત્ર આપને મળી શકે. ઇન્વેસ્ટરસ માટે વર્ષ ફાયદાકારક રહેશે. આરોગ્ય બાબતે આપને ભૂતકાળ માં કોઈ તકલીફ હતી, તો તેનું પ્રોપર નિદાન થઇ શકશે. તબિયત એકંદરે સારી જળવાઈ રહેશે.

. વૃષભ : કપ્સ

વર્ષ માં આપની એક મહત્વની ઈચ્છા પૂર્ણ થઇ શકે તથા મહેનત કર્યાનું ફળ પણ આપને પ્રાપ્ત થશે. કામકાજ ના સ્થળે આપને મહત્વની જવાબદારીઓ અને પ્રોજેક્ટ્સ મળી શકે જેનાથી આપની કુશળતા સાબિત થઇ શકે. નોકરીમાં મુશ્કેલીઓ હોય તોઆ વર્ષમાં તેનું નિરાકરણ આવી શકે, આપને ધાર્યી નોકરી કે કામ-ધંધો મળી શકશે. અંગત સંબંધો માં ઊંડાણ અને હાર્મની અનુભવશે તથા લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળશે. નાણાકીય મુશ્કેલીઓ આવનારા સમયમાં દુર થશે અને આપની આશાઓ પ્રમાણે વ્યવસાયમાં પ્રગતી કરી શકશો. આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ માં સુધારાઓ આવશે, પરંતુ કોઈ જૂની કુટેવ અથવા બેદરકારી હોય તેને અવશ્ય દુર કરવી.

. મિથુન : વર્લ્ડ

વર્ષમાં આપને સમ્પુર્ણતા નો અનુભવ કરશો, આપે ઘણી મહેનત અને અનુભવો કર્યા છે, વર્ષમાં આપ શાંતિ અને રિલેક્સ અનુભવશો. આપના કાર્યસ્થળે તમારા નિર્ણયો ની પ્રશંશા થાય, પરંતુ આપના કામની ક્રેડીટ કોઈ બીજા ને મળી જાય એવા પણ સંજોગો બની શકે. આપને ટ્રાવેલ દરમ્યાન નવી મિત્રતા થાય અથવા જીવનસાથી મળી શકે. આપના પ્રેમ સંબંધો વર્ષમાં ઘણા રસપ્રદ રહેશે. અટકાયેલા નાણાપ્રોજેક્ટ્સ આપ મેળવી શકશો. તબિયતનું ધ્યાન રાખવું, હૃદયરોગ ના દર્દીઓ વર્ષમાં કોઈ પણ બેદરકરી રાખવી નહિ. મન માં મૂંઝાયા વગર તમારા મિત્રો અને અંગત વ્યક્તિઓ સાથે વાતચીત કરતા રહેવું જેથી માનસિક અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ને સોલ્વ કરી શકો.

. કર્ક : કોઇન્સ

આપના વર્તુળમાં આપ વર્ષે છવાયેલા રહેશો, તમારા પ્રયત્નો ને પ્રોત્સાહન મળશે. આપ જે નિષ્ઠા થી આગળ વધી રહ્યા છો, તે જાળવી રાખો, અવશ્ય સફળતા મળશે, અધવચ્ચે કોઈ પણ પ્રોજેક્ટ અથવા કાર્યોને કંટાળીને છોડતા નહિ. વ્યવસાયમાં નવા જોડાણ થઇ શકે તથા ધર્યા કરતા ઝડપી આપને સફળતા મળી શકે. આપને જોબ સંબધિત કોઈ પણ મુશ્કેલી વર્ષ માં પૂરી થઇ શકે. અવિવાહીતો માટે સમય રાહ જોવાનો રહેશે. ઘણા નાણકીય ફાયદાઓ આપને વર્ષે મળશે જેથી આપના વ્યવસાયમાં પ્રગતી કરી શકશો. હકારત્મક વલણ રાખવું આવશ્યક રહેશે, સફળતા નો રસ્તો હજુ થોડો લાંબો રહેશે. આરોગ્યમાં સુધારા માટે આપે જે ટ્રીટમેન્ટ શરુ કરી છે તેને ચાલુ રાખો,જરૂર થી સુધારો જણાશે.

. સિંહ : કપ્સ

સમયમાં ભૂતકાળ ના દિવસો ને યાદ કરીને દુખી થવાનો નથી, સમય અનુસાર ઘણી નવી યાદો આપ બનાવશો. નોકરી વ્યવસાયમાં આપ થોડા ક્રીએટીવ બનશો ટો સારું રહેશે. આરોગ્યમાં થોડી કાળજી રાખવી, માથાના દુખાવા, અનીન્દ્રા જેવી તકલીફ આપને થઇ શકે. વર્ષે નાણાકીય રોકાણો કરતા પહેલા ખુબ સાવધાન રહેવું. આપને કોઈ અંગત વ્યક્તિ અથવા મિત્ર થી આર્થિક સપોર્ટ મળી શકે. કોઈ જૂની , બાળપણ ની બીમારી ફરી ના થાય તેનું ધ્યાન રાખવું. આધ્યત્મિક પ્રગતી માટે આપ પ્રયત્ન કરશો તથા અદ્ભુત ચેતના શક્તિ આપને મદદ કરશે. સ્વપ્નો દ્વારા મળતા સંકેતોને અવગણવા નહિ.

. કન્યા : ડેથ

વર્ષે ઘણી જૂની મુશ્કેલીઓ માંથી આપ બહાર આવશો, અગત્યના બદલાવો આવશે જેનાથી આપ ના જીવનમાં ઘણા ફેરફાર આવશે. થોડા રિલેક્ષરહેવાની જરૂર છે, જે પણ કઈ થશે તે આપના જીવન માં કૈક નવીનતા અને સારા બદલાવ માટે થશે. જોબ કરતા પ્રોફેશનલે વર્ષે કોઈ પણ બદલાવ કરવો નહિ. અંગત સંબંધો અને પારિવારિક સંબંધોમાં વાતચીત અને ડિસકશનથી મુશ્કેલીઓનું સમાધાન કરી શકશો. સંબંધો તોડ્યા કરતાં શાંતિ થી રસ્તો કાઢવો. નાણકીય ચેલેન્જ આપની સમક્ષ આવી શકે, પરંતુ પરિવારના સહયોગ થી આપ રસ્તો કાઢી શકો. આપને હકારાત્મક અપ્રોચ રાખવાની જરૂર રહેશે જે આવનારા વર્ષ માં આપને ખુબ સપોર્ટ કરશે.

. તુલા : કોઇન્સ

આપે વર્ષમાં નાણાકિય બાબતોને મહત્વની રીતે સંભાળવી. એક યાદ રાખવું કે કુદરત હમેશા જરૂર હોય ત્યારે સાથ આપે છે એટલે નિરાશ થયા વગર ધેય સુધી પહોચવા પ્રયત્ન કરવો. આપે આપના બેસ્ટ કરવા માટે પ્રયત્ન કરવો તથા ફળની પરવાહ કરવી નહી. કામકાજ ના સ્થળે વધુ બોજ રહેશે, નવી તકો મેળવવા માટે થોડી રાહ જોવી. અંગત જીવનમાં મુશ્કેલીઓ રહેશે તથા આપના પરિવારમાં કોઈ સાથે અણબનાવ થાય નહી તેની કાળજી રાખવી. વર્ષે કોઈ સર્જરી અથવા નાની મોટી ઈજા થઇ શકે, આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. મેડિટેશન અને રેલેક્ષેશન થેરાપી માટે અવશ્ય સમય કાઢવો. થોડા પ્રેક્ટીકલ થશો તો આનંદથી વર્ષ પસાર કરી શકશો.

.વૃશ્ચિક : સ્વોર્ડ્સ

વર્ષમાં આપ ઘણી સ્પર્ધાઓ અનુભવશો, પછી કાર્ય સ્થળે કે અભ્યાસમાં. કોઈ આપને ચીટ કરી ના જાય તેની કાળજી રાખવી. આપે આપના સર્વ મહત્વ ના કાગળો તથા દસ્તાવેજોને સંભાળીને રાખવા. આપના કાર્યસ્થળે આપને સંપૂર્ણ રીતે ચકાસવામાં આવશે, આપે જવાબદારીઓ ને બખૂબી નિભાવાની તૈયારી રાખવી. કોઈ પણ રીતે રાજકારણ રમવાનો પ્રયત્ન કરવો નહિ. આપના અંગત અને પારિવારીક સમ્બંધોમાં વિશ્વાસ જાળવી રાખવો જરૂરી રહેશે. લગ્ન સંબંધીય મુશ્કેલીઓ આવી શકે. વર્ષમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ ઋણલોન લેવી નહિ, આપના નાણાકીય નિર્ણયો નિષ્ફળ થઇ શકે. આરોગ્ય બાબતે સાવધાન રહેવું, કોઈ પણ નાની સી બીમારીને નઝરઅન્દાજ કરવી નહિ.

. ધન : વ્હીલ ઓફ ફોર્ચ્યુન

ઘણા મહત્વ ના ફેરફાર વર્ષ માં આવી શકે, જેનાથી આપ થોડા પોસિટીવ બનશો. “ સમય પણ જશેએમ વિચારીને થોડા પ્રેક્ટીકલ બનવું જરૂરી રહેશે. ઘણા સંજોગો આપના ફેવર માં હશે અને થોડા નહિ પણ; એટલે ભાગ્યના નિર્ણયોને બદલવામાં હાથમાં આવતી તકો ને ગુમાવવી નહિ. આપે આપના સપના ને સાકાર કરવા માટે જે કોઈ ની પણ મદદ જોઈતી હશે તે પ્રાપ્ત થશે, ફક્ત બોલ્ડ બનીને પ્રયત્ન કરવાના રહેશે. પારિવારિક સંબંધોમાં બદલાવ લાવ્યા વગર તમે જેની સાથે ક્મીટેડ છો, તેની સાથે થોડું અન્ડરસ્ટેન્ડિંગ રાખવું, આપ અગર યોગ્ય પાત્ર ની તલાશમાં છો તો આપને કોઈ મિત્ર અથવા વર્તુળ માં થીરાઇટ ફીટમળી શકે. સ્ટ્રેસ લેવલને આપે થોડું સંભાળવું રહેશે, શક્ય હોય તો યોગામેડીટેશન ને તમારા રોજીન્દામાં રાખવી.

૧૦. મકર: કિંગ ઓફ કપ્સ

વર્ષમાં મહત્વનો મુદ્દો આપના માટે પરિવાર અને કામ વચ્ચે બેલેન્સ રાખવાનું રહેશે. આપના જીવન માં એક મહત્વ ની વ્યક્તિ આવી શકે જે આપને ખુશીઓ અને માર્ગદર્શન આપશે. આપના જીવનમાં પ્યોર અને અદ્ભુત પ્રેમ આવશે જેથી આપ પૂર્ણતા અનુભવશો. આપ આગળ વધશો અને બીજાને પણ સફળ થાવ માટે પ્રેરણા આપશો. કાર્યસ્થળે આપને પ્રગતી મળે તથા આપની કુશળતા માં વધારો થાય. આપના લવિંગ રીલેશન પહેલા કરતા મજબુત થાય. આપની નાણકીય પરિસ્થિતિ માં સુધારો આવશે પણ સાથે જરૂરિયાત ને મદદ પણ કરવી. આપે આવનારા સમય માં ધ્યાન અને યોગા, અધ્યાત્મિક પ્રગતી માટે જરૂર થી કરવા.

11. કોઇન્સ

સંબંધો, પૈસા અને આપની એકચુઅલ લાઈફ, સર્વ સ્થળે સાવચેત રહેવાની જરૂર રહેશે. આપે વર્ષમાં બદલાતા સંજોગો માં પરિસ્થિતિ અપની તરફેણ માં આવે તેના માટે કોઈ પણ ની સાથે દુશ્મની થી દુર રહેવું. થોડી ઘણી નાણાકીય મુશ્કેલીઓ આવી શકે, પરંતુ આપનો વ્યવહારિક વલણ અને શાણપણ થી દરેક બાબતોને બદલી શકશો. કામકાજના સ્થળે થોડા નિર્ણયો ના ગમતા પણ લેવા પડે, પરંતુ, સંજોગો આપમેળે બદલતા જણાશે. ડર્યા વગર આપની ઈચ્છાપુતિ માટે પ્રયત્ન કરવા. વ્યાપારી વર્ષે નાણાકીય લેન-દેન માં ખુબ સાવચેતી રાખવી. જરૂરિયાતને થોડું દાન-પુણ્ય કરવાથી આપની પરિસ્થિતિમાં કુદરતી બદલાવ આવતો દેખાશે. આપના પરિવારજન ની તબિયતની આપને થોડી ચિંતા રહેશે, અને આપે પણ આરોગ્યની કાળજી રાખવી.

૧૨. મીન : ક્વીન ઓફ સ્વોર્ડ્સ

વર્ષ આપના માટે ઘણું મહત્વનું રહેશે, જેમાં આપ ખુબ નવ અનુભવો કરશો અને નવા નિર્ણયો પણ કરશો. આપને આપની સુઝબુઝ ખુબ સપોર્ટ કરશે, કાર્યસ્થળે આપે આપની ઈમેજ સારી રહે તેના માટે થોડા સચેત રહેવાનું રહેશે., અને કોઈ પણ સંજોગોમાં ઓવરરીએક્ટ કરવું નહિ. ઓફીસ માં આપ સારી રીતે પ્રગતી કરશો. લાગણીઓના સંબંધોમાં થોડી કાળજી રાખવી, આપના પરિવાર- મિત્ર વર્તુળ માં મતભેદ થી સંભાળવું. વધુ ઈમોશનલ થઈને કોઈ સંબંધ તોડવા નહિ. વર્ષ વિદ્યાર્થી માટે ખુબ સારું રહેશે. અભ્યાસ સંબંધિત મુશ્કેલીઓ ને આપ સોલ્વ કરી શકશો અને ઈચ્છિત ધ્યેય મેળવી શકશો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close