UKમાં 'ડાયના' વાવાઝોડાની 'જીવલેણ' ચેતવણી, ક્યાંક વરસાદ તો ક્યાંક બરફ

Date:2018-12-01 10:58:04

Published By:Jay

બ્રિટન-બ્રિટનમાં ડાયના વાવાઝોડાંના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બ્રિટનના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે, મોટાંભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઇટ્સ મોડી પડી હતી. વાવાઝોડાંના કારણે હાલ 128 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.હવામાન વિભાગે આજે 'જીવલેણ' વાવાઝોડાંની ચેતવણી જાહેર કરી છે.બ્રિટનમાં ગઇકાલે સાંજે 6 વાગ્યા સુધી યલો વિન્ડ વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી. હાલ સ્ટોર્મ ડાયના આર્યલેન્ડ પહોંચ્યું છે. જ્યાં 130 કિમી/કલાકની ઝડપે વરસાદ થઇ રહ્યો છે.

ઇંગ્લેન્ડમાં હાલ 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અને મોડીરાત્રે 2 વાગ્યાથી ભારે વરસાદ પણ શરૂ થયો છે. વેલ્સ અને વેસ્ટર્ન ઇંગ્લેન્ડમાં 104 કિમી/કલાકની ઝડપે વરસાદ થઇ રહ્યો છે. જ્યારે નોર્થ આર્યલેન્ડમાં સૌથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close