ટ્રમ્પ સરકાર ભારતીયોને આપશે વધુ એક ઝટકો, H-1B વીઝાને લઈ નવો પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં

Date:2018-12-03 14:03:52

Published By:Jay

વોશિંગ્ટન-છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વીઝા પોલીસીને લઈ અનેકવાર પ્રસ્તાવ લાવવામાં આવી ચુક્યા છે અને તેની સીધી અસર ભારતીય મૂળના લોકો પર પડતી હોય છે. વચ્ચે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વીઝા અંગે વધુ એક પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે, જેને લઈ અત્યારથી અમેરિકામાં વસતા ભારતના IT સેકટરના લોકોની ચિંતા વધી ગઈ છે.

ટ્રમ્પ સરકારના નવા પ્રસ્તાવ હેઠળ H-1B વીઝા ઈચ્છનારી કંપનીઓને હવે પહેલાની પોતાના એમ્પ્લોઇની અરજી ઇલેક્ટ્રોનિક માધ્યમથી રજીસ્ટર કરવી પડશે. પ્રસ્તાવ H-1B વીઝાને લઇ મોર્ડન સ્કિલ અને હાઈપેડ સેલરીવાળા વિદેશી કર્મચારીઓને લઈને છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, IT સર્વિસની ટોચની સંસ્થા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની (નેસ્કોમ) દ્વારા ટ્રમ્પ સરકારના પ્રસ્ત્તાવને લઈ ચિંતા વ્યક્ત કરી છે.નેસ્કોમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “ પગલાના કારણે અનિશ્ચિત્તાઓ ઉભી થશે અને અમેરિકામાં નોકરીઓ પર પણ સંકટ ઉભું થશે”.

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close