ઈમરાન ખાને કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ક્યારેય નહીં થાય યુદ્ધ

Date:2018-12-04 14:25:16

Published By:Jay

પાકિસ્તાન-પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે કહ્યું કે, પાકિસ્તાન, ભારતની સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે ખૂબ ગંભીર છે. ખાને ઈસ્લામાબાદમાં સમાચાર ચેનલોના પત્રકારોના એક સમૂહને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જ્યાં સુધી કોઈ વાતચીત શરૂ નથી થતી ત્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલવાના વિભિન્ન વિકલ્પો પર ચર્ચા કરી શકાય.

જ્યારે તેમને કાશ્મીર મુદ્દો ઉકેલવાની ફોર્મુલા વિશે પૂછવામાં આવ્યું તો ખાને કહ્યું કે તેના બે કે ત્રણ સમાધાન છે. જેની પર ચર્ચા કરવામાં આવી છે. જોકે, તેઓએ વિશે વધુ જાણકારી આપવાનો ઇન્કાર કરતાં કહ્યું કે, તેની પર વાત કરવી હજુ સુધી ઉતાવળ કહેવાશે. ભારતની સાથે કોઈ યુદ્ધની શક્યતાને નકારતા તેઓએ કહ્યું કે પરમાણુ હથિયાર સંપન્ન બે દેશ યુદ્ધ કરી શકે કારણ કે તેનું પરિણામ હંમેશા ખતરનાક હોય છે. તેઓએ કહ્યું કે, ભારતની સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે પાકિસ્તાન ખૂબ ગંભીર છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની સેના અને તેમની સરકાર પણ આવું ઈચ્છે છે.

પહેલાં કરતારપુર કોરિડોરને લઈને ઊભા થયેલા વિવાદને ખતમ કરવાનો પ્રયાસ કરતાં ઈમરાન ખાને કહ્યું કે તેને ખોલવો ગુગલી ફેંકવો નહીં, પરંતુ એક સ્પષ્ટ નિર્ણય હતો. ગુરુવારે કુરૈશીએ કહ્યું હતું કે વડાપ્રધાન ખાને ઐતિહાસિક કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં ભારત સરકારની ઉપસ્થિતિને સુનિશ્ચિત કરવા માટે એક ગુગલી ફેંકી.

Cricket Score

WhatsApp Registraltion

Close