ભારતે ગત 5 વર્ષમાં વિદેશમાં 42% ટેસ્ટ જીતી, બીજી ટીમોના મુકાબલે સૌથી વધુ

Date:2018-12-04 14:45:39

Published By:Jay

ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા 1947થી ટેસ્ટ સિરીઝ રમી રહ્યાં છે પરંતુ ટીમ ઇન્ડિયા આજ સુધી કાંગારૂઓ વિરૂદ્ધ તેના ઘરમાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ નથી. જોકે, ગત પાંચ વર્ષમાં ભારતીય ટીમનું વિદેશમાં પ્રદર્શન વિશ્વની કોઇ પણ ટીમના મુકાબલે સારૂ રહ્યું છે. ભારતે 1 જાન્યુઆરી, 2013થી અત્યાર સુધી વિદેશમાં 32 ટેસ્ટ રમી છે. જેમાંથી તેને 10 જીતી છે અને 14માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ગત પાંચ વર્ષમાં વિદેશમાં 34 ટેસ્ટ રમી છે. જેમાંથી તે 11 જીત્યુ છે જ્યારે 20માં હારનો સામનો કરવો પડ્યો છે અને ત્રણ ટેસ્ટ ડ્રો રહી છે.

ગત પાંચ વર્ષમાં બન્ને ટીમો વચ્ચે 12 ટેસ્ટ રમાઇ છે. જેમાંથી ભારતે 6 જીતી છે જ્યારે 3માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ગત પાંચ વર્ષમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ રમી છે પરંતુ એક પણ જીતવામાં સફળ થઇ શક્યુ નથી. જ્યારે 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે ઓસ્ટ્રેલિયામાં પોતાની અંતિમ ટેસ્ટ 6થી10 જાન્યુઆરી 2015 વચ્ચે સિડનીમાં રમી હતી. મુકાબલો ડ્રો રહ્યો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ભારત માટે કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ રાહુલે સદી ફટકારી હતી.

ઘરેલુ મેદાન પર મેચ જીતવાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા ટોપ પર છે. ગત પાંચ વર્ષમાં તેને ઘરેલુ મેદાન પર 96 ટકા મેચ જીતી છે. ભારતે એક જાન્યુઆરી 2013થી અત્યાર સુધી 29 ટેસ્ટ રમી છે જેમાં તેને 23 જીતી છે જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પૂણેમાં રમાયેલી ટેસ્ટમાં તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

ભારતના મુકાબલે ઓસ્ટ્રેલિયા ઘરમાં 6% ઓછી ટેસ્ટ જીત્યું

- ઓસ્ટ્રેલિયાએ ગત પાંચ વર્ષ દરમિયાન ઘરેલુ મેદાન પર 90 ટકા મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ એક જાન્યુઆરી 2013થી અત્યાર સુધી 27 ટેસ્ટ રમી છે. જેમાંથી 20 જીતી છે અને 2 હારી છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2016માં પર્થ અને હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સતત 2 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે.

- અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકાએ ગત પાંચ વર્ષમાં ઘરેલુ મેદાન પર 54 અને વિદેશમાં 41 ટકા મેચ જીતી છે. શ્રીલંકાએ એક જાન્યુઆરી 2013 બાદ ઘરેલુ મેદાન પર 28 ટેસ્ટ રમી છે. જેમાંથી તે 14 જીત્યુ છે અને 12 હાર્યુ છે, તેને વિદેશમાં 30 ટેસ્ટ રમી છે જેમાંથી તે નવમાં જીત્યુ છે જ્યારે 13માં હારનો સામનો કરવો પડ્યો છે.

- ઇંગ્લેન્ડે ગત પાંચ વર્ષમાં ઘરેલુ મેદાન પર 70 અને વિદેશી મેદાન પર 35 ટકા મેચ જીતી છે, તેને ઘરમાં 42 ટેસ્ટમાં 26 જીતી છે જ્યારે 11માં હારનો સામનો કરવો પડ્યો છે. વિદેશમાં તે 35 ટેસ્ટમાંથી માત્ર સાત મેચ જીતી શક્યુ છે જ્યારે 19માં હારનો સામનો કરવો પડ્યો છે.

- ન્યૂઝીલેન્ડે એક જાન્યુઆરી 2013થી ઘરેલુ મેદાન પર 82 અને વિદેશમાં 33 ટકા ટેસ્ટ જીતી છે, તેને વિદેશમાં 27 ટેસ્ટમાંથી સાત જીતી છે જ્યારે 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઘરમાં તેને 25માંથી 14 જીતી છે જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ દરમિયાન ઘરમાં 32માંથી 22 ટેસ્ટ જીતી છે અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે વિદેશમાં 23માંથી સાત જીતી શક્યુ છે જ્યારે 10 મેચ હારી ગયુ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close