હરમનપ્રીત-મંધાનાએ BCCIને પત્ર લખ્યો, પવારને ફરી કોચ બનાવવાની માંગ કરી

Date:2018-12-04 14:55:05

Published By:Jay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ટી20 વર્લ્ડ કપથી કોચ રમેશ પવાર અન મિતાલી રાજનો વિવાદ ચાલી રહ્યો હતો. પીટીઆઈથી મળતી માહિતી મુજબ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. ટી20 મહિલા ટીમની સુકાની હરમનપ્રીત કૌર અને ઉપ સુકાની સ્મૃતિ માંધના કોચ રમેશ પવારનો પક્ષ લીધો હતો. હરમનપ્રીત અને સ્મૃતિએ સોમવારે સાંજે CoAના ચેરમેન વિનોદ રાય, ડાયના એડુલ્ડી, બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી, સબા કરીમ, કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્ના, અમિતાભ ચૌધરી અને અનિરૂદ્ધ ચોધરીને ઇમેલ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે ટીમના કોચ પદ પર રમેશ પવારને ચાલુ રાખવા માંગે છે.

શું લખ્યું હતું મેલમાં?

હરમનપ્રીત અને સ્મૃતિએ મેલમાં લખ્યું હતું કે, "મિતાલીને સેમી ફાઇનલમાં ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય માત્ર પવારનો હતો પરંતુ બધાએ મળીને લીધો હતો. નિર્ણયમાં પસંદગીકર્તા સુધા શાહ, મેનેજર તૃપ્તિ ભટ્ટાચાર્યનો પણ સમાવેશ હતો. નિર્ણય પુરી રીતે પહેલા કરવામાં આવેલા અવલોકનોના આધારે લેવામાં આવ્યો હતો. હરમનપ્રીતે કહ્યું કે મિતાલી અને પવારે એક પરીવારની જેમ સાથે બેસીને બંને વચ્ચેના મતભેદોને દુર કરવા જોઇએ. આજ બંને અને ટીમના હિતમાં સારૂ છે. હરમનપ્રીતે બોર્ડના બધા અધિકારીઓન અપીલ કરી છે કે ટી20 ટીમની સુકાની અને વન-ડે ટીમની ઉપ સુકાની હોવાથી હું અપીલ કરૂ છું કે પવારને ટીમના કોચ પદ પર ચાલુ રાખવા જોઇએ. ધ્યાનમાં રાખવું જોઇએ કે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપને હવે માત્ર 15 મહિના બાકી છે. ન્યુઝીલેન્ડ સીરિઝ ટુંક સમયમાં ચાલુ થશે. આવા સમયે ટીમના કોચને બદલવો ટીમને અસર કરશે. કોચ રમેશે અમારામાં ખેલાડી તરીકે ઘણો સુધારો કર્યો અને મોટીવેટ કર્યા છે."

Cricket Score

WhatsApp Registraltion

Close