US: એલન મસ્કની કંપનીએ એક સાથે 64 સેટેલાઈટ લોન્ચ કર્યા, રશિયાને પછાડી બીજો ક્રમ મેળવ્યો

Date:2018-12-04 15:17:24

Published By:Jay

વોશિંગ્ટન: એલન મસ્કની કંપની સ્પેસ-એક્સે સોમવારે કેલિફોર્નિયામાં વાંડેનબર્ગ એરફોર્સ બેઝ પર એકસાથે 64 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. સૌથી વધારે ઉપગ્રહ સ્થાપવાની બાબતે હવે તે ભારત પછી બીજા નંબરે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ફેબ્રુઆરી 2017માં 104 ઉપગ્રહ પ્રસ્થાપિત કરવા મામલે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. પહેલાં રશિયા 37 સેટેલાઈટ લોન્ચ કરીને બીજા સ્થાન પર છે.

મસ્કની કંપનીએ સેટેલાઈટ લોન્ચ કરવા માટે તેના ફોલ્કન-9 રોકેટની મદદ લીધી હતી. તેની ત્રીજી ઉડાન હતી. તેના દ્વારા સ્પેસ એક્સે તેની વાંરવાર ઉપયોગમાં લઈ શકાય તેવા રોકેટની મજબૂતાઈ પરખી છે. ફોલ્કન-9 અમેરિકન સમય પ્રમાણેસવારે 10.34 વાગે લોન્ચિંગ કર્યું હતું. તેમાં સરકારી એજન્સીઓ સિવાય 34 અલગ અલગ કંપનીઓ અને યૂનિવર્સિટીના સેટેલાઈટ હતા. સ્પેસ એક્સે મિશનને અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ મિશન ગણાવ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close