LIVE એડિલેડ ટેસ્ટ- પહેલા જ રાઉન્ડમાં ભારતની અડધી ટીમ પવેલિયન પરત ફરી, સ્કોર-156/6

Date:2018-12-06 11:02:31

Published By:Jay

એડિલેડભારતે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી લીધા છેચેતેશ્વર પૂજારા (56) અને રવિચંદ્રઅશ્વિન (08) રને રમતમાં છે. પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટોસ જીતી બેટિંગના નિર્ણયને ખોટો સાબિત કરી દીધો

પહેલી વિકેટઃ ટીમનો સ્કોર જ્યારે 3 રન હતો, ત્યારે લોકેશ રાહુલને જોશ હેજલવુડે ફક્ત 2 રને આઉટ કર્યો હતો.

બીજી વિકેટઃ ટીમના ખાતામાં હજુ 12 રન થયા અને બીજા ઓપનર મુરલી વિજય પણ પવેલિયન જવાની તૈયારી કરી. જેમણે મિશેલ સ્ટોકે શિકાર બનાવ્યો. 11 રનના સ્કોર પર ઓસ્ટ્રિલિયન કેપ્ટન પેને તેમની વિકેટ લીધી હતી.

ત્રીજી વિકેટઃ વિજયના આઉટ થવા પર કોહલીએ બેટિંગ કરી પરંતુ તે પણ વધારે સમય સુધી ટકી શક્યાં. 16 બોલ રમ્યાં પછી 19 રને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ થયા હતા.

ચોથી વિકેટઃ કોહલી પછી અંજિક્ય રહાણેએ ચેતેશ્વર પુજારા સાથે મળીને 22 રન બનાવ્યા હતા. જો કે, રહાણે પણ 13 રને આઉટ થયા હતા. હેજલવુડ બાલ પર પીટર હૈંડ્સકોમ્બે કેચ આઉટ કર્યો હતો.

પાંચમી વિકેટઃ ચાર વિકેટ પડ્યા પછી રોહિત શર્મા મેદાનમાં ઉતર્યા હતા. 11 મહીના પછી ટેસ્ટ રમ્યા પછી રોહિતે 37 રને પુજારા સાથે મળીને કુલ 45 રન બનાવ્યાં હતા.જ્યારે લાગ્યું કે તેઓ ટીમનો સ્કોર 100ની ઉપર કરી દેશે ત્યારે સિક્સ મારવાનાં ચક્કરમાં નોથન લિયાનના બોલ પર માક્સ હૈરિસે કેચ આઉટ કર્યો હતો.

છઠ્ઠી વિકેટઃ રોહિત શર્મા પછી ઋષભ પંત મેદાનમાં ઉતર્યા હતા. અડધી ટીમના પવેલિયન પરત ફર્યા પછી ઋષભ પંત અને પુજારા પર ભારે જવાબદારી આવી હતી. પરંતુ ઋષભ પોતાની જવાબદારી નિભાવવમાં નિષ્ફળ નિવડ્યા હતા. તેઓ 38 બોલમાં 25 રન બનાવી રમી રહેલા ઋષભને લિયાનની બોલિંગ પર પેનનાં હાથે કેચ આઉટ થવાનો વારો આવ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 127 રન રહ્યો હતો.

ઉસ્માન ખ્વાજાએ કર્યો વિરાટને આઉટ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થયા છે. વિરાટે જ્યારે 10મી ઓવરનો ત્રીજો બોલ ફટકાર્યો તો લાગ્યું કે બોલ બાઉન્ડ્રી પાર કરી દેશે, પરંતુ ખ્વાજાએ ડાબી બાજુ છલાંગ લગાવીને બોલને કેચ કરી કોહલીને આઉટ કર્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close