પ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા

Date:2018-12-06 11:32:27

Published By:Jay

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 4 દિવસ પહેલા કહ્યું છે કે આખી લોન ચૂકવવા તૈયાર છું. માલ્યાએ ટ્વીટ દ્વારા ભારતીય બેંકો એન સરકારને અપીલ કરતાં કહ્યું કે તેનો પ્રસ્તાવ માની લેવામાં આવે. માલ્યાએ ફરી એક વાર કહ્યું કે, પ્લીઝ મારા પૈસા લઈ લો. તેની સાથે માલ્યાએ કહ્યું કે તે બાબતને ખતમ કરવા માંગે છે કે તેઓ બેંકોના પૈસા લઈને ભાગી ગયા છે.

વિજય માલ્યાએ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલ મામલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્પર્પણ સાથે પોતાનું કોઈ કનેક્શન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. માલ્યાએ ટ્વીટ કર્યું કે તેનો મામલો અને લોન ચૂકવવાની ઓફરને એકબીજા સાથે જોવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પહેલા માલ્યાએ ભારત સરકારને તમામ પૈસા પરત કરવાની ઓફર કરી હતી.

 વિજય માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયા બાકી છે. લોન તેમની કંપની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવી હતી. માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે.

 માલ્યાએ આગળ લખ્યું કે, જનતાના પૈસા સૌથી જરૂરી બાબત છે અને હું 100 ટકા પૈસા પરત કરવાની રજૂઆત કરું છું. હું બેંકો અને સરકારને વિનંતી કરું છું કે તેઓ રજૂઆતને સ્વીકારી લે. માલ્યાનું કહેવું છે કે, કિંગફિશર ત્રણ દશક સુધી ભારતની સૌથી મોટું આલ્કોહોલિક બ્રેવરેજ ગ્રપ હતું. દરમિયાન અમે સરકારી ખજાનામાં હજારો કરોડો રૂપિયાનું ગોગદાન આપ્યું. કિંગફિશર એરલાઈન્સને ગુમાવ્યા બાદ પણ હું બેંકોના નુકસાનને ભરપાઈ કરવા માટે તૈયાર છું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close