પેપર લીક-મુખ્ય આરોપી યશપાલસિંહ પરીક્ષા આપવા સુરત આવ્યો હતો, પરીક્ષા ખંડના CCTVમાં કેદ

Date:2018-12-06 12:50:09

Published By:Jay

સુરતઃ ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી યશપાલસિંહની પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં અલથાણ ખાતે આવેલી સોગાયો કેળવણી મંડળ સંચાલિત શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલ હતું. યશપાલસિંહ પરીક્ષા આપવા માટે સુરત પણ આવ્યો હતો. પરીક્ષા ખંડમાં હાજર યશપાલસિંહ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

સીસીટીવીમાં કેદ

યશપાલસિંહ પરીક્ષા ખંડમાં હાજર હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યશપાલસિંહ પરીક્ષા ખંડમાં પેપર શરૂ થતા પહેલા પહોંચી ગયો હતો. જ્યારે પરીક્ષા ખંડમાં પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવતા પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી જાય છે.

સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો

પરીક્ષા કેન્દ્રના રજિસ્ટરમાં યશપાલસિંહના નામ અને કેન્દ્ર નામ સાથે ફોટો પણ છે. જેમાં યશપાસસિંગે રજિસ્ટરમાં સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો. રજિસ્ટરમાં યશપાલસિંહની પરીક્ષાને લગતી તમામ માહિતી છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close