વડોદરામા દર બે વર્ષે યોજાશે"વડોદરા ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટીવલ"

Date:2014-11-24 13:39:10

Published By:Newsonline

સંસ્કારી નગરી વડોદરાનો કળા અને સાહિત્યમાં પણ સમૃદ્ધ ઇતિહાસ છે.મહારાજા સયાજીરાવ ગાયકવાડ દેશ વિદેશના કલાકારોને આમંત્રણ આપતાં,અને તેમની કળાનું સન્માન કરતા હતા.આ જ સમૃદ્ધ વારસાની પરંપરાને જાળવવા માટે ગુજરાત સરકાર આગળ આવી રહી છે.રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં 'વડોદરા ઇન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ' યોજવામાં આવશે.આ કાર્યક્રમોની જાહેરાત કરવાના પ્રસંગે સૌરભ પટેલ અને ભાગ્યેશ જ્હાની સાથે એ આર રહેમાન પણ હાજર રહ્યા હતાં રાજ્યના પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે,'હવે વાઇબ્રન્ટ મહોત્સવની જેમ આ ફેસ્ટિવલ દર બે વર્ષે યોજવાનું આયોજન કરી રહ્યા છીએ.આ વર્ષના ફેસ્ટિવલમાં ૨૩ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ૧૫ સ્થળો પર ૫૦ કાર્યક્રમો યોજાશે. આ ફેસ્ટિવલના પ્રમોશન માટે ૧૬ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન પણ એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુગમ સંગીત,બોલિવુડના ગુજરાતી ગાયકોનો કાર્યક્રમ ગુજ્જુ રોક્સ,લોકનૃત્યો,લોક ડાયરો,મુશાયરો,શામ એ ગઝલ અને વડોદરા ડે મ્યુઝિકલ નાઇટ જેવા કાર્યક્રમો યોજાશે.આ ફેસ્ટિવલમાં એ આર રહેમાન ઉપરાંત,આશા ભોંસલે,હરિપ્રસાદ ચૌરસિયા,શિવમણી, અનુપમ ખેર,પરેશ રાવલ,સોનુ નિગમ,સુનિધિ ચૌહાણ,ઇશા શરવાની,ગીતા ચંદ્રન,કૈલાશ ખેર,મનોજ જોશી,શરમન જોશી અને નંદિતા દાસ જેવા કલાકારો વિવિધ કાર્યક્રમો રજૂ કરશે.

Cricket Score

WhatsApp Registraltion

Close