IND VS AUS/ પુજારાની સદી, વિરાટે દ્રવિડનો રેકોર્ડ તોડ્યો; ભારત 300 રનને પાર

Date:2018-12-27 10:34:48

Published By:Jay

મેલબર્નટેસ્ટ કેરિયરની આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરતાં મયંક અગ્રવાલ અડધી સદી ફટકાર્યા પછી વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા વચ્ચે 92 રનની પાર્ટનરશીપથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે 215 રન બનાવ્યા હતા. બીજા દિવસની શરૂઆત પણ સારી રહી હતી. બીજા દિવસે ચેતેશ્વર પુજારાએ શતક પૂરી કરી હતી અને વિરાટ કોહલીની પાર્ટનરશીપથી બંને ટીમને એક સારા સ્કોર તરફ લઈ ગયા હતા. પુજારાએ તેની કરિયરની 17મી શતક ટેસ્ટમાં કરી હતી જ્યારે વિરાટ કોહલી 82 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી ભલે ટેસ્ટમાં શતક નથી લગાવી શક્યા પરંતુ 82 રન કરીને આજે તેણે રાહુલ દ્રવીડનો રેકોર્ડ તોડી દીધો છે. કોહલી એક વર્ષમાં વિદેશમાં સૌથી વધુ 1138 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયા છે. હાલ રહાણે અને રોહિત રમી રહ્યા છે. ભારતનો સ્કોર 346/4

 

વિરાટ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં વિદેશી ગ્રાઉન્ડમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયા છે. વિરાટ કોહલી આજે 82 રન બનાવીને આઉટ થયા હતા. આમ તેણે વર્ષે કુલ 11 મેચમાં 1138 રન બનાવ્યા હતા. આજે વિરાટ કોહલીએ રાહુલ દ્રવીડનો રેકોર્ડ તોડી દીધો છે. દ્રવીડે 2002માં 1137 રન બનાવ્યા હતા. જોકે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે સદી ફટકારનાર ભારતીય ખેલાડી બનતા રહી ગયા છે. વિરાટ કોહલી અને સચીન તેંડુલકરે અત્યાર સુધીમાં 6-6 સદી ફટકારી છે.

ભારતીય ઈનિંગની 114મી ઓવર નોથન લિયોને લીધી હતી. તેની ઓવરના પહેલા બોલમાં ચેતેશ્વર પુજારાએ ચોક્કો લગાવીને તેની કરિયરની 17મી સદી પૂરી કરી હતી. તે બોક્સિંગ-ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમા ભારતીય છે. તેના પહેલાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહવાગ, વિરાટ કોહલી અને અંજિક્ય રહાણે બોક્સિંગ-ડે ટેસ્ટ પર સદી ફટકારી ચૂક્યા છે. સચિને 1999માં 116, સેહવાગે 2003માં 195, કોહલીએ 2014માં 169 અને રહાણાએ 2014માં 147 રનની ઈનિંગ રમી હતી.

પુજારાએ શતક બનાવવા માટે 280 બોલ રમ્યા હતા. તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે બોલ રમીને સદી લગાવનાર ભારતીય ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે. કેસમાં હાલના ટીમના કોચ રવિ શાસ્ત્રી ટોપ પર છે. શાસ્ત્રીએ 1992માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શતક બનાવવા માટે 307 બોલ રમ્યા હતા. જ્યારે 1985માં સુનીલ ગવાસ્કરે એડિલેટમાં 286 બોલ રમીને તેમની સદી પૂરી કરી હતી. 1986માં મોહનિદ્ર અમરનાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 273 બોલમાં સેન્ચ્યૂરી પૂરી કરી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close