Movie Review: 4/5 સ્ટાર્સ, ઝીરો નહીં હીરો છે 'સિંબા'

Date:2018-12-28 17:26:02

Published By:Jay

મૂવી- સિંબા

ડિરેક્શન- રોહિત શેટ્ટી 4/5
એક્ટિંગ- રણવીર સિંહ, સોનૂ સૂદ, આશુતોષ રાણા, સિદ્ધાર્થ જાધવ, સારા અલી ખાન 4/5
મ્યૂઝિક- બાદશાહ, તનિષ્ક બાગચી 3.5/5

ઝોનરા- એક્શન-ડ્રામા
રિલીઝ ડેટ- 28 ડિસેમ્બર

એક સંયોગ છે કે વર્ષ 2018ની શરૂઆત રણવીરની પદ્માવતથી થઇ અને અંત તેની સિંબાથી થયો વર્ષની છેલ્લી ફિલ્મ પણ તેની પહેલી ફિલ્મની જેમ શાનદાર છે. રોહિત શેટ્ટી સૌથી છેલ્લે બેટિંગ કરવા આવ્યો અને તેણે ચોક્કા-છક્કાનો વરાસદ કરી દીધો. જી હાં. 'સિંબા' થી વર્ષ 2018નો સુખદ અંત થશે. ખુબજ બારીકાઇથી એક ખુબજ એન્ટરટેઇનિંગ ફિલ્મ બનાવવામાં આવી છે. જેને જોવાની મઝા આવશે.


ફિલ્મથી રણવીર સિંહે તેનો વરસેટાઇલ એક્ટર હોવાનો પુરાવો આપી દીધો છે. રણવીર સિંહે તેનાં કરિઅરાં અત્યાર સુધી 'સિંબા' પહેલાં જે પણ ફિલ્મ કરી તેમાં મસાલાની તડક-ભડક હતી. એટલે કે 'ગુંડે' અને 'કિલ દિલ'ને મસાલા મુવી કહેવાય. પણ સિંબાથી તેણે જતાવી દીધુ કે, અલાઉદ્દીન ખિલજી, બાજીરાવ, અને કબીર મેહરા બનવાની સાથે તેની અંદર એક ભ્રષ્ટ પોલીસ ઇન્સપેક્ટર બનવાની પણ કુવત છે. અત્યાર સુધી પોલીસગીરી પર સલમાન ખાન અને અજય દેવગણનો કબજો હતો. પણ હવે રણવીર સિંહે પણ ક્ષેત્રમાં પગરવ માંડ્યા છે.

ફિલ્મની કહાની ઇન્સ્પેક્ટર સંગ્રામ ભાલેરાવ (રણવીર સિંહ)ની છે. જે એક ભ્રષ્ટ પોલીસ અધિકારી છે. જ્યારે તેની બદલી ગોવાનાં મીરામાર પોલીસ સ્ટેશનમાં થાય છે તો ત્યાં તેને સલાહ મળે છે કે તે ત્યાં કંઇપણ કરી શકે છે સિવાય કે ત્યાંનાં બાહુબલી ગેરકાયદે બિઝનેસ કરતા દૂર્વા રાનાડે (સોનૂ સૂદ)નાં આડે આવ્યા વગર. પોલીસ ચોકીની સામે શગુન (સારા અલી ખાન) તેની ટિફિન સેવા ચલાવે છે. અને જ્યારે ભાલેરાવની આંખ તેનાંથી મળે છે તો તેને પહેલી નજરે શગુન સાથે પ્રેમ થઇ જાય છે. જ્યારે ભાલેરાવની માનેલી બહેન અદિતિ, દૂર્વા રાનાડેનાં બે ભાઇઓનાં ડ્રગ્સનાં ધંધાને બેનકાબ કરવાનો પ્રયાસ કરે છે તો તેઓ તેનો રેપ કરીને તેનો અંત આણી દે છે. તે બદ સંગ્રામનું જમીર જાગે છે. અને તે ઇન્સાફનાં માર્ગે આગળ વધે છે. જ્યારે તેને લાગે છે કે, કદાચ તેની માનેલી બહેનને ઇન્સાફ નહી મળે તો તે એક ચાલ ચાલીને દુર્વાનાં બંનેભાઇઓને એક પોલીસ એનકાઉન્ટરમાં પતાવી દે છે. જે બાદ SITનું ગઠન થાય છે અને તેની તપાસ બાજીરાવ સિંઘમ (અજય દેવગણ) કરે છે. અને અંતે તે ભાલેરાવને કોર્ટમાં ક્લીન ચિટ આપે છે.

રોહિત શેટ્ટીની ફિલ્મમાં જો ખામી કાઢવી હોય તો આપ ઘણાં મુદ્દા પર આંગળી ઉઠાવી શકો છો. પણ સાચેમાં જો આપ સિનેમા હોલમાં બેસીને ફિલ્મ જોતા હોવ તો તમે ફિલ્મનાં ઘણા બધા સિન્સ પર સીટીઓ મારશો. ફિલ્મમાં કેટલીક જગ્યાએ આપને લાગશે કે તો સાઉથ ફિલ્મની જેમ ઓવર એક્ટિંગ છે. પણ ખરેખરમાં ફિલ્મ  એન્જોય કરવા જેવી છે. ફિલ્મનાં એક સિનમાં જ્યારે ડોક્ટર કહે છે કે હોસ્પિટલમાં દાખલ અદિતિનો DNA લેવો પણ મુશ્કેલ છે. કે પછી ગુંડાઓની આખી ફોજનું ભાલેરાવનાં હાથમાંથી એક મોબાઇલ પણ લઇ શકવું. તમારા ચહેરા પર હાસ્ય લાવી દેશે. ફિલ્મ એટલી સુંદર રીતે નિર્દેશ કરવામાં આવી છે કે તેનું કદ મસાલા ફિલ્મોનાં બેતાજ બાદશાહ નિર્દેશક મનમોહન દેસાઇની સરખામણીનું લાગે છે.

ફિલ્મ રણવીર સિંહની બહુમુખી પ્રતિભાને શો કેસ કરે છે. સિંબા એક સંપૂર્ણ પેકેજ છે રણવીર માટે જેમાં એક્શન છે, રોમેન્સ છે, કોમેડી છે અને કેટલાંક સિનમાં તમારી આંખ પણ ભરાઇ આવે છે. ભાલેરાવનાં રૂપમાં તે ખુબજ હેન્ડસમ લાગે છે. બની શકે કે, આગળ જઇને તે સિંબાની સિરીઝ પણ આવે. અને તેમાં રણવીર વધુ જામે છેસારા માટે ફિલ્મમાં એટલું કંઇ ખાસ નથી. જોકે ફિલ્મમાં જ્યારે પણ તે સિનમાં નજર આવે છે તો તેનો આત્મવિશ્વાસ ઝળકે છે. સપોર્ટિંગ રોલ્સમાં આશુતોષ રાણા અને સોનૂ સૂદ જામે છે. રહી વાત રોહિત શેટ્ટીની તો કહેવામાં કંઇ ખોટુ નથી કે ફિલ્મ દિમાગનો ખેલ છે. અને ખાસ વાત છે કે ફિલ્મ ક્યાંય પણ ઢીલી પડતી નથી. તમે તેને સંપૂર્ણ એન્જોય કરશો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close