ફ્લોરિડામાં અનેક વાહન પરસ્પર ટકરાતાં આગ લાગી, 5 બાળકો સહિત 7નાં મોત

Date:2019-01-05 12:55:58

Published By:Jay

વોશિંગ્ટનઃ અમેરિકામાં ફ્લોરિડાના રાજ્યમાર્ગ પર બે ટ્રેક્ટર ટ્રેલર, એક સેડાન અને એક પેસેન્જર બસ અથડાતા ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે અને 8 ગંભીર રીતે ઘાયલ છે. ઘટના ગુરૂવારે ગેન્સવિલ્લેની પાસે ઇન્ટર સ્ટેટ હાઇવે-75 પર બની.

 

અલાશુઆ કાઉન્ટીના ફાયર બ્રિગેડ રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો શૅર કરી. ઇમરજન્સી ક્રૂ અનુસાર, મામલાની હત્યા તરીકે તપાસ કરવામાં આવી રહી છે

 


ફ્લોરિડા હાઇવેની પોલીસે કહ્યું કે, ઘટનામાં બે ટ્રેક્ટર ટ્રેલર, એક સેડાન અને એક પેસેન્જર વ્હિક્લ સામેલ છે. ઘટના બાડ સેડાનમાં આગ લાગી ગઇ જે મોટાં સ્તરે ફેલાઇ ગઇ હતી. ફાયર ટીમે આગ ભારે જહેમત બાદ બૂઝાવી

 

પેસેન્જર વાનમાં ચર્ચના 5 બાળકો પણ હતા, જેઓનું ઘટનાસ્થળે મોત થયું છે. અન્ય આઠ ઘાયલોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટ્રક ચાલક સ્ટીવ હોલાન્ડ અને બાળકો આગમાં ભડથું થઇ ગયા હતા

Cricket Score

WhatsApp Registraltion

Close