ટ્રમ્પનો VETO પાવરઃ માગણી નહીં સ્વીકારી તો અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થશે

Date:2019-01-05 14:39:19

Published By:Jay

વોશિંગ્ટન (US): અમેરિકામાં સરકારની હડતાળ (શટડાઉન) શરૂ થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. સંસદે અત્યાર સુધી પ્રેસિડન્ટ ટ્રમ્પની મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવા માટે ફંડ માટેનું બિલ પસાર કરવાની માંગણીનો સ્વીકાર કર્યો નથી. શુક્રવારે મળેલી બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે, જો સરકાર તેઓની માગણીઓનો સ્વીકાર નહીં કરે તો મહિનાઓ નહીં વર્ષો સુધી શટડાઉન ચાલી શકે છે. આગામી દિવસોમાં જરૂર પડ્યે સંસદના નિયમોને બાજુમાં રાખીને નેશનલ ઇમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) પણ જાહેર થઇ શકે છે.

શટડાઉન પર પ્રેસિડન્ટની રિપબ્લિકન અને વિપક્ષ ડેમોક્રેટ પાર્ટીની ચર્ચા યથાવત છે. શુક્રવારે સાંસદો સાથે ચર્ચ બાદ એક પત્રકારના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, જરૂર પડશે તો તેઓ પ્રેસિડન્ટ પદની તાકાતનો ઉપયોગ કરી ઇમરજન્સી જાહેર કરી શકે છે. આનાથી દિવાલ ઝડપથી બની જશે. મારું કામ કરવાની બીજી રીત છે

ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે બોર્ડર વૉલ માટે 5.7 અબજ ડોલર (અંદાજિત 40 હજાર કરોડ)ની માંગ કરી હતી. જો કે, ફંડ માટેનું બિલ પસાર નહીં કરાતા ટ્રમ્પે કોઇ પણ પ્રકારના ફેડરલ બિલ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી દીધો હતો

સરકારી કામકાજ અટકી જવાના કારણે અનેક મંત્રાલયો અને વિભાગોનું બજેટ અટકી પડ્યું છે. આખા દેશમાં અંદાજિત 8 લાખ કર્મચારીઓ 22 ડિસેમ્બરથી પગાર વગર હડતાળ પર છે. ઉપરાંત અમેરિકામાં શટડાઉનના કારણે નીતિગત નિર્ણયો ઉપર પણ અસર પડી રહી છે

 

Cricket Score

WhatsApp Registraltion

Close