સ્પેશિયલ PMLA કોર્ટે માલ્યાને આર્થિક ગુનેગાર-ભાગેડુ જાહેર કર્યો, સંપત્તિ જપ્ત કરી લેવાશે

Date:2019-01-05 16:21:08

Published By:Jay

મુંબઈબેન્ક લોન કૌભાંડમાં આરોપી વિજય માલ્યાને PMLA કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધો છે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજી પર કોર્ટે આજે સુનાવણી કરી છે. આમ PMLA કોર્ટના ચુકાદા પછી માલ્યા નવા કાયદા અર્તગત દેશનો પહેલો ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે ચુકાદાને 26 ડિસેમ્બરે 2018ના રોજ 5 જાન્યુ. 2019 સુધી સુરક્ષીત રાખ્યો હતો. માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે. પહેલાં વિજય માલ્યાએ ડિસેમ્બર મહિનામાં તેને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડી દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર પણ રોક લગાવવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી હતી. હવે નિયમ પ્રમાણે સરકાર વિજય માલ્યાની સંપત્તિ પણ જપ્ત કરી શકશે.

 

લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી ચૂકી છે કે માલ્યાને ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવે. કોર્ટે કેસ બ્રિટિશ સરકારને મોકલી દીધો છે. ત્યાંની સરકાર કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ થાય તો તેઓ માલ્યાના પ્રત્યર્પણનો આદેશ જાહેર કરશે. આવું થશે તો માલ્યા પાસે 14 દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનો અધિકાર રહેશે.

માલ્યાએ જો પ્રત્યર્પણના નિર્ણય વિરુદ્ધ અરજી કરી તો યુકેની સરકાર દ્વારા આદેશ જાહેર કર્યાના 28 દિવસમાં માલ્યાનું પ્રત્યર્પણ કરવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close