ઓસ્ટ્રેલિયામાં ભારતે ઈતિહાસ રચ્યો, 72 વર્ષમાં પહેલી વાર ટેસ્ટ સિરીઝમાં જીત મળી

Date:2019-01-07 10:38:01

Published By:Jay

સિડનીભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ ડ્રો થઈ છે. તે સાથે ભારતે ચાર ટેસ્ટની સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે 72 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે. પહેલાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ચૂક્યા છેવિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આજે ઈતિહાસ રચી દીધો છે.

 

સિડની ટેસ્ટમાં 193 રન બનાવનાર ચેતેશ્વર પુજારા મેન ઓફ ધી મેચ રહ્યા છે. જ્યારે મેન ઓફ ધી સિરીઝનો અવોર્ડ પણ તેને મળ્યો છે. પુજારાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં કુલ 521 રન બનાવ્યા છે.

 

ભારત-ઓસ્ટ્રેલિયાની ચોથી અને છેલ્લી ટેસ્ટના છેલ્લાં દિવસે વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી નહતી. ખરાબ પ્રકાશ અને વરસાદના કારણે ચોથા દિવસે પણ 64.4 ઓવરની ગેમ બરબાદ થઈ ગઈ હતી. ખરાબ પ્રકાશના કારણે ત્રીજા દિવસે પણ 16.3 ઓવર ઓછી ફેંકવામા આવી હતી. પહેલાં અને ત્રીજા સત્રમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો નહતો. ભારત સિરીઝમાં 2-1થી આગળ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ફોલોઓન રમતા બીજી ઈનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 6 રન બનાવ્યા હતા. અંતે ખરાબ વાતાવરણના કારણે છેલ્લા દિવસ મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close