મૂળ વડોદરાનાં ગુજરાતી બિઝનેસમેનની અમેરિકામાં ગોળી મારીને હત્યા

Date:2019-01-07 12:12:55

Published By:Jay

વડોદરા-મૂળ વડોદરાના અને અમેરિકામાં રહેતા કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. નાનો કાર અકસ્માત થયા બાજ બોલાચાલી થતાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી દીધી છે. જેને કારણે વડોદરામાં રહેતા પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

મામલે મળતી માહિતી પ્રમાણે વડોદરાના આર.વી. દેસાઇ રોડ પર રહેતા બનાની પરિવારના કૈલાશ બનાની (.. 49) છેલ્લા 25 વર્ષથી અમેરીકાના વર્જીન આયલેન્ડ ખાતે સ્થાયી થયા હતા. ત્યાં તેઓ પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા હતા. ગઇકાલે સ્ટોર બંધ કરીને તેઓ તેમની કારમાં ઘેર જઇ રહ્યા હતા.

ટ્રાફીક સીગ્નલ બંધ હોવાના કારણે તેઓ કાર ઉભી રાખી હતી. ત્યાર બાદ તેમની કારની પાછળ પૂરઝડપે આવેલી એક કારના ચાલકે અથાડીને અકસ્માત કર્યો હતો. તેની સાથે કારમાં કેટલાક અજાણ્યા યુવાનો બહાર આવ્યા હતા. તેઓએ ઝઘડો કરીને કૈલાશ બનાનીને ગોળી મારી દીધી હતી. બિઝનેસમેનનું સ્થળ પર મોત નીપજ્યુ હતુ.

ઘટનાની તેઓના વડોદરા સ્થિત પરિવાર તથા મિત્રવર્તુળમાં જાણ થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેમના સ્થાનીક મિત્ર વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કૈલાશ બનાની ગત નવરાત્રીમાં વડોદરા આવ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close