ઓસ્ટ્રેલિયા સામે ભારતનો શાનદાર વિજય,મારી અત્યાર સુધીની બેસ્ટ ટીમ -પૂજારા

Date:2019-01-07 12:23:39

Published By:Jay

સિડની - ભારતના રન મશીન ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયાના મેદાન પર પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીતનારી હાલની ભારતીય ટીમને બેસ્ટ ટીમ ગણાવી છે.પૂજારાએ ૭૪.૪૨ની એવરેજથી ૫૨૧ રન બનાવ્યા.જેમાં સદીનો સમાવેશ થાય છે.તેને ઐતિહાસિક મેચ જીતવા પર મેન ઓફ મેચ અને મેન ઓફ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો.પૂજારાને પહેલી વાર ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ સિરીઝ પસંદ કરવામાં આવ્યો છે.

ટીમે આકરી મહેનત કરી -

ભારતની સિરીઝમાં -૧થી જીત પછી પૂજારાએ કહ્યુ કે અમારા બધા માટે શાનદાર અનુભવ રહ્યો.અમે વિદેશોમાં સિરીઝ જીતવા માટે આકરી મહેનત કરી અને ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવી ક્યારેય સરળ રહી નથી.હું જે ભારતીય ટીમનો ભાગ રહ્યો છે તેમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે.હું ટીમના બધા ખેલાડીઓને અભિનંદન આપું છું.

બોલરોનું શાનદાર પ્રદર્શન -

પૂજારાએ ભારતીય બોલિંગના મનભરીને વખાણ કર્યા.તેણે કહ્યુ કે અમે બોલરો સાથે રમ્યા અને ૨૦ વિકેટ લેવી સરળ નથી.તેનો શ્રેય ઝડપી બોલરો અને Âસ્પનરોને જાય છે.ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મ વિશે પૂજારાએ કહ્યુ કે હું મારા યોગદાનથી હકીકતમાં ખૂબ ખુશ છું.એક બેટ્સમેન તરીકે મેં ઝડપ અને ઉછાળ સાથે તાલમેલ બનાવ્યો.તે ઉપરાંંત દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં રમવાથી મને મારી ટેકનિકમાં સુધારો કરવામાં મદદ મળી.મારી દ્રષ્ટિએ બધી તૈયારીઓ સાથે જોડાયેલું છીએ અને હું સારી રીતે તૈયાર હતો.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close