RBIએ ડિજીટલ પેમેન્ટ કમિટીના ચેરમેન તરીકે નંદન નિલકર્ણીની નિમણૂંક કરી

Date:2019-01-08 17:59:33

Published By:Jay

નવી દિલ્હીઃ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) 5 સભ્યોની હાઈ-લેવલ કમિટીના ચેરમેન તરીકે યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પૂર્વ ચીફ નંદન નીલકર્ણીની નિમણૂંક કરી છે.

 

આરબીઆઈએ જણાવ્યું હતું કે કમિટીએ તેનો રિપોર્ટ તેની પ્રથમ મિટિંગના 90 દિવસની અંદર આપવાનો રહેશે. કમિટીના અન્ય ચાર સભ્યોમાં આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એચ આર ખાન, વિજયા બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટીવ, મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સ્ટીલના સેક્રેટરી અરૂણ શર્મા અને આઈઆઈએમના ચીફ ઈનોવેશન ઓફિસર સંજય જૈનનો સમાવેશ થાય છે. કિમિટી દેશના હાલના ડિજિટલાઈઝ પેમેન્ટની ચકાસણી કરશે. અને તેને વધારવા માટે શું કરી શકાય તેના સૂચનો કરશે.

Cricket Score

WhatsApp Registraltion

Close