અનુરાગ ઠાકુર NAMO AGAIN લખેલી સ્વેટ-શર્ટ પહેરી સંસદ પહોંચ્યા, PM મોદીએ પ્રશંસા કરી

Date:2019-01-09 11:42:24

Published By:Jay

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટેનાં પ્રયાસો શરૂ થઈ ગયા છે. જેમાં નમો અગેન લખેલી ટી શર્ટ પહેરીને હુડી ચેલેન્જ આપવામાં આવી રહી છે. દરમિયાન મંગળવારે અનુરાગ ઠાકુર આવી ટી શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. જેની સોશયલ મિડીયા પર પણ લોકોએ પ્રશંસા કરી હતી. અનુરાગનાં ટ્વીટ પર મોદી રી-ટ્વીટ કરીને કહ્યું કે, 'સારા લાગી રહ્યા છો'

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગહેલોતે પણ નમો અગેન લખેલી ટી શર્ટ પહેરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, મેં પહેરી લીધી તમે પહેરી કે નહી? તમારે પણ સંકલ્પ સાથે પહેરવી જોઈએ, નમો અગેન 2019માં નરેન્દ્ર મોદી ફરીથી ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ લે

ગહેલોતનાં ટ્વીટ પર મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર,રાધામોહન સિંહ, ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને મધ્યપ્રદેશનાં ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે હેશટેગ કર્યુ હતું.

અનુરાગે પણ ટ્વીટ કરી કહ્યું કે, મે મારી હુડી(સ્વેટ શર્ટ) પહેરી લીધી છે. તમારી ક્યાં છે? અનુરાગે કિરણ રજિજુ, રાજ્યવર્ધન રાઠોડ, મનોજ તિવારી, બાબુલ સુપ્રિયો સહિતનાં નેતાઓને ચેલેન્જ આપી હતી. ઘણાં લોકોએ પણ નમો અગેનની ટી શર્ટ પહેરીને ફોટો સોશયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો

Cricket Score

WhatsApp Registraltion

Close