આ વર્ષે લોન્ચ થશે પહેલું રોલેબલ ટીવી, તેને ફોલ્ડ કરીને રાખી શકાશે

Date:2019-01-09 11:49:45

Published By:Jay

અમેરિકા-અમેરિકાના લાસ વેગાસમાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક શો (સીઈએસ 2019)ની શરૂઆત પહેલાં અહીં દક્ષિણ કોરિયાઈ ઈલેક્ટ્રોનિક્સ કંપની એલજીએ દુનિયાનું સૌથી પહેલું રોલેબલ ટીવી લોન્ચ કર્યું છે. એલજીએ ટીવીને ઓએલઈડી ટીવી- આર સિરીઝ અંર્તગત લોન્ચ કર્યું છે. તેનો ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે. ટીવીનું વેચાણ વર્ષથી શરૂ કરી દેવામાં આવશે. જોકે કંપનીએ તેના ભાવ વિશે હજી કોઈ ખુલાસો કર્યો નથી.

 

65 ઈંચના ટીવીને જ્યારે ઈચ્છીએ અને જ્યાં ઈચ્છીએ ત્યાં જોઈ શકાય છે. તે ઉપરાંત ઈચ્છીએ ત્યારે ટીવીને છુપાવી પણ શકાય છે. ટીવીને પોસ્ટરની જેમ ફોલ્ડ કરીને પણ રાખી શકાય છે. ટીવીનું પ્રોટોટાઈન ગયા વર્ષે સીઈએસમાં રજૂ કરવામાં આવ્યું હતું.

 

ફૂલ વ્યૂ- મોડમાં ઓએલઈડી ટીવી આખું દેખાય છે. લાઈન વ્યૂ- કંપનીના જણાવ્યા પ્રમાણે મોડમાં ટીવીનો મોટા ભાગનો હિસ્સો એક સ્પીકર બોક્સની અંદર રહેશે અને તેનો થોડો હિસ્સો બહાર દેખાય છે. તેમાં મ્યૂઝિક, ક્લોક, ફ્રેમ, હોમ ડેશબોર્ડ અને મૂડ જેવા આઈકોન દેખાશે.

Cricket Score

WhatsApp Registraltion

Close