ખેડૂતોના નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક એકમોમાં ખુલ્લેઆમ ઉપયોગ

Date:2019-01-09 12:05:07

Published By:Jay

ગાંધીનગર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોસામમાં ઓછો વરસાદ થયો હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. સરકાર ખેડૂતોને તમામ સહાય કરતી હોવાના દાવાઓ કરી રહી છે ત્યારે ખેડૂતોને મળવા પાત્ર નીમ કોટેડ યુરિયા બારોબાર ઔદ્યોગિક એકમોને આપી દેવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરમાં ખેતી માટેના નીમ કોટેડ યુરિયાને પ્રોસેસ કરીને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરતી ત્રણ કંપનીઓ પકડાઈ છે.

 

વર્ષોથી ચાલતા કૌભાંડની પ્રાથમિક તપાસમાં અમદાવાદની બે કંપનીઓની સંડોવણી સામે આવી છે. નાયબ ખેતી નિયામકે ગાંધીનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં તપાસ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાયબ ખેતી નિયામકની ટીમે નવ ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ઔદ્યોગિક હેતુસર ઉપયોગમાં લેવાઈ રહેલા યુરિયાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

લેબોરેટરીના પરીક્ષણ રિપોર્ટમાં માણસાના ધોળાકુવા સ્થિત બે એકમ તથા દહેગામના ઝાંક સ્થિત કંપનીના સેમ્પલમાં ટેકનિકલ ગ્રેડને બદલે નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવતા ત્રણેય ફેકટરીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રકરણમાં તંત્ર દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અન્ય લોકોની પણ સંડોવણી સામે આવે તેવી શકયતા છે.

 

સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતોના ક્વોટાના યુરિયા ખાતરનો ઉપયોગ ઔદ્યોગિક એકમો કરે તે ઉદ્દેશ્યથી સરકાર 7 વર્ષથી નીમ કોટેડ અર્થાત લીમડાના તેલથી કવર કરીને સપ્લાય કરે છે. યુરિયા સપ્લાય કરતી કંપનીઓ ટેકનિકલ ગ્રેડના યુરિયાની બેગમાં નીમ કોટેડ યુરિયા ભેળવીને સપ્લાય કરતી હોવાનું પ્રાથમિક સ્તરે જાણવા મળ્યુ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close