વિશ્વની રિચેસ્ટ વ્યક્તિ અને ‘એમેઝોન’ના સ્થાપક જેફ બેઝોસે લગ્નના 25 વર્ષ બાદ છૂટાછેડા લીધા

Date:2019-01-10 12:05:04

Published By:Jay

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વની અગ્રણી -કોમર્સ કંપનીએમેઝોનના સ્થાપક જેફ બેઝોસે પત્ની મેકકેન્ઝી સાથે 25 વર્ષનાં દાંપત્ય જીવન પછી છૂટાછેડા લેવાની જાહેરાત કરી. પોતાના 55મા જન્મદિવસના ત્રણ દિવસ પહેલાં બેઝોસે ચોંકાવનારી જાહેરાત કરી છે.

છૂટાછેડાની જાહેરાત કરતી એક સંયુક્ત નોંધ પણ તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં પોસ્ટ કરી છે. પોસ્ટ ખાસ્સી વાઈરલ થઈ રહી છે.

 

જેફ અને મેકકેન્ઝીએ હજુ ગયા વર્ષે ડે વન ફંડનામના ચેરિટેબલ ફંડની જાહેરાત કરી હતી. બંનેએ જાહેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે તેઓ ચેરિટેબલ ફંડ પર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. ચેરિટેબલ ફંડ બેઘર લોકોને ઘર પૂરાં પાડવાં અને ઓછી આવક ધરાવતા પરિવારોનાં બાળકોને શાળાએ મોકલવાની દિશામાં કામ કરે છે.

 

48 વર્ષની મેકકેન્ઝી બેઝોસ નવલકથાકાર છે. પતિ જેફને વોલસ્ટ્રીટની હેજ ફંડ કંપનીડી. . શૉમાંથી નીકળીને પોતાની -કોમર્સ કંપની સ્થાપવા માટે પ્રોત્સાહન આપનારી પણ મેકકેન્ઝી હતી. બંનેની મુલાકાત પણ કંપનીમાં થયેલી. વખતે મેકકેન્ઝી ટુટલ ત્યાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે જોડાયેલી. 1993માં બંનેએ લગ્ન કરેલાં. અઢી દાયકાનાં લગ્નજીવનમાં જેફ અને મેકકેન્ઝીને ચાર સંતાનો છે. તેમાં તેમના પોતાના ત્રણ દીકરા છે અને તે ઉપરાંત એક દીકરી તેમણે ચીનથી દત્તક લીધી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close