રક્ષામંત્રી નિર્મલા વિશે નિવેદન આપીને રાહુલ ફસાયા, મહિલા આયોગે નોટિસ ફટકારી

Date:2019-01-10 14:39:46

Published By:Jay

નવી દિલ્હીરાફેલ વિમાન સોદામાં કથિત કૌભાંડના આરોપમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીદ્વારા સતત વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવામાં આવતા હોય છે. પરંતુ વખતે રાહુલ ગાંધી દ્વારા રક્ષામંત્રી વિશે કરવામાં આવેલા નિવેદનથી તેમની મુશ્કેલીમાં વધી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ મોકલીને ખુલાસો માંગ્યો છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન એક મહિલા પાછળ છુપાઈ રહ્યા છે. ત્યારપછી વડાપ્રધાનઅમિત શાહ સહિત ઘણાં બીજેપી નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનની એક રેલીમાં આરોપ લગાવ્યો હતો કે, રાફેલ મુદ્દાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગી રહ્યા છે અને બચાવ માટે સંસદમાં એક મહિલાને આગળ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદન સામે મહિલા આયોગે કડક વલણ અપનાવ્યું છે.

 

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનું ટ્વિટ

- રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વિટ કર્યું છે કે, રાહુલ ગાંધીનું ...'એક મહિલાને કહ્યું- મારી રક્ષા કરો? મહિલા વિરોધી નિવેદન છે. શું તેઓ એવું વિચારે છે કે મહિલાઓ નબળી હોય છે? આવું નિવેદન કરીને રાહુલ ગાંધી દેશના રક્ષામંત્રીને નબળાં કહી રહ્યા છે.'

- રાષ્ટ્રીય મહિલા આયોગના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, આયોગ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીને મામલે નોટિસ આપશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close