આણંદ જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા નવતર અભિગમ

Date:2019-01-10 14:52:23

Published By:Jay

આણંદ -આણંદ જિલ્લામાં અવાર-નવાર રેતી, માટી ચોરીની ઘટનાઓ બની રહી છે. જેમાં કોતરોમાં, ગૌચર વિસ્તારોમાં છુપા રસ્તાથી ખાણ ખનીજ વિભાગ અજાણ હોવાનો ગેરફાયદો ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોને મળી જાય છે. પ્રકારના તત્વોને ઝડપી લેવા હવે ખાણ ખનીજ વિભાગે ટેક્નોલોજિનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં પ્રથમ પ્રયાસમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. 

આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદીના કોતર વિસ્તારમાં એક સમયે ખૂંખાર બહારવટિયો બાબર દેવાની શેહથી ફ્ફડાટનો માહોલ હતો. મહી નદીના ઝાડી-ઝાંખરા અને ઊંડા કોતર તેનું અભયસ્થાન ગણાતું હતું. સમય જતાં કોતરો ઓછા થતાં ગયા, જેમાં માટી ચોરી કરતા અને રેતી ખનન કરતા તત્વોની રંજાડ વધી જવા પામી છે. જેઓ સામે કાયદેસર પગલાં ભરવા માટે જ્યારે દરોડા પાડવામાં આવે ત્યારે ચોર કોટવાળને દંડે તેવી સ્થિતિ નિર્માણ થતી હોય છે. 

પ્રકારની ઘટના અગાઉ ખાનપુર ખાતે બનવા પામી હતી. જેમાં ખાણ-ખનીજે દરોડો પાડતાં જેસીબી મશીન સાથે મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં જેસીબી મશીન સળગાવી દેવામાં આવ્યું હતું. મામલે પોલીસ ફરિયાદ કરીને સરકારી કામમાં હસ્તક્ષેપ કરવા સંદર્ભે ગુનો પણ નોંધાયો હતો. ખાણ-ખનીજ વિભાગની ટીમ જ્યારે પણ દરોડો પાડવા જાય અને કોઈ ખોટો આક્ષેપ કરે અને પુરાવા સહિત જવાબદાર સામે કાર્યવાહી કરી શકાય તે હેતુથી હવે ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આધુનિક ટેક્નોલોજિના ઉપયોગથી ખનીજ તત્વોનું ખનન કરતા તત્વોને ઝબ્બે કરવાનો અભિગમ તંત્રએ અપનાવ્યો છે. અંગે આણંદ જિલ્લા ખાણ-ખનીજ અધિકારી વિપુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મહિ નદીના પટમાં અનેક કાચા રસ્તા છે. જેનાથી તંત્ર પણ અજાણ છે. એક ચોક્કસ જગ્યા પસંદ કરીને બે કિં.મી.ના અંતરમાં નદીના પટમાં કે કોતર વિસ્તારમાં કોણ રેતી કે માટી ચોરી કરી રહ્યું છે તે જાણવા હવે મુખ્ય મંત્રીની યોજના અંતર્ગત ડ્રોન ઈન્વેસ્ટીગન પદ્ઘતિથી ખનીજ ચોરી અટકાવવાનનો અભિગમ અપનાવવામાં આવ્યો છે પદ્ઘતિ સુરિક્ષત અને સિક્રેટ હોવાથી જવાબદારો સામે કાયદેસર પગલાં લેવામાં સરળતા રહેશે તેમજ પ્રકારના તત્વો પાસે છટક બારીનો કોઈ વિકલ્પ પણ રહેશે નહિ.

 

રેતી-માટી ચોરી કરતા તત્વોની ડ્રોન કેમેરાથી વિડીયો ગ્રાફી કરીને સમગ્ર અહેવાલ જિલ્લા કલેક્ટરને આપ્યા બાદ તેઓના આદેશ મુજબ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં હવે સરળતા મળે રહેશેનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close