ગુજકેટની પરીક્ષાની બદલાઇ તારીખ, 30 માર્ચનાં બદલે લેવાશે 4 એપ્રિલનાં રોજ

Date:2019-01-10 16:40:08

Published By:Jay

ગાંધીનગર-ધો.12 સાયન્સના અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે પહેલા શિક્ષણ બોર્ડે ગુજકેટની તારીખ 30મી માર્ચે જાહેર કરી  હતી. પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાશે. વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. પ્રથમ કાર્યક્રમ સૌરાષ્ટ્ર ઝોનનો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાશે.

ધો.12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.જે મુજબ 2019ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે સવારે 10 થી 4 સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવાશે.

ગુજકેટનો અભ્યાસક્રમ ધો.12ના હાલના અભ્યાસક્રમ આધારિત રહેશે. જેમાં એમસીક્યુ પ્રશ્નપત્રો રહેશે. ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના 40 પ્રશ્નો તથા 40 ગુણ રહેશે. ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સંયુક્ત રહેશે. બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ અલગ રહેશે. તેની ઓએમઆર શીટ પણ અલગ આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી રહેશે. ફોર્મ ભરવાની સૂચના તથા અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા ઓનલાઈન મુકવામાં આવશે.

નોંધનીય છે કે ગત વર્ષે સમગ્ર રાજ્યમાંથી 1,36,256 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતા. જેમાં A ગ્રુપમાંથી 62173 વિદ્યાર્થીઓ પરીક્ષા જ્યારે B ગ્રુપમાંથી 73620 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતાં.

 

Cricket Score

WhatsApp Registraltion

Close