રાજ્યભરના કોળી આગેવાનોની કુંવરજી સાથે બેઠકથી ભાજપ-કોંગ્રેસમાં રાજકીય ગરમાવો

Date:2019-01-10 17:27:20

Published By:Jay

ગાંધીનગર-ગુજરાતની વિધાનસભાની જસદણ પેટા ચૂંટણીમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થયા બાદ છેલ્લા કેટલાક સમયથી તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. દરમિયાન કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને રાજ્યના તમામ જિલ્લાના કોળી આગેવાનોની બેઠક મળી હતી. જેથી ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમજ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

જસદણ ચૂંટણીમાં કુંવરજી બાવળિયાનો કોંગ્રેસના કોળી આગેવાન અવસર નાકિયા સામે વિજય થયો હતો. જેથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું ભાજપમાં કદ વધ્યું છે. બીજી તરફ ભાજપમાં કોળી આગેવાન પરસોત્તમ સોલંકી અને હિરા સોલંકીનું કદ ઘડ્યું છે. દરમિયાન કુંવરજી દિલ્હી ગયા હતાજયાં અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાતને પગલે તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે.

ગાંધીનગર સ્થિત કુંવરજી બાવળિયાના સાથે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યભરના કોળી આગેવાનો સાથે બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના 5-5 આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પરથી કોળી સમાજ ઉપર કુંવરજી બાવળિયાનું વર્ચસ્વ હોવાનું સાબિત થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા કોળી સમાજની પણ રાજનીતિ તેજ બની છે.

કોળી સમાજ ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કુંવરજીના નિવાસસ્થાને મળેલી કોળી સમાજના આગેવાનોની બેઠકથી કોંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે

Cricket Score

WhatsApp Registraltion

Close