CBI ચીફ પદ પરથી હટાવવામાં આવેલા આલોક વર્માએ નોકરી છોડી, ફાયર બ્રિગેડના DG ન બન્યા

Date:2019-01-11 17:20:44

Published By:Jay

નવી દિલ્હીપૂર્વ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને ગુરુવારે વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ સીબીઆઈ ચીફ પદેથી હટાવી દીધા છે. તેમની ટ્રાન્સફર ડીજી ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડમાં કરી દેવામા આવી હતી. નોંધનીય છે કે, DoPT સરકારનો વિભાગ છે જ્યાંથી સરકારી મશીનરીમાં ટોપ ઓફિસર્સની પસંદગી કરવામાં આવે છે. ગુરુવારે જ્યારે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂકવાળી સમિતિની બેઠક થઈ ત્યારે તેમાં વડાપ્રધાન મોદી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે સિકરી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા.

 

DoPTના સચિવશ્રી ચંદ્રમૌલીને લખેલા પત્રમાં આલોક વર્માએ કહ્યું કે, તેને સીબીઆઈ પદથી હટાવતા પહેલાં ખુલાસાનો કોઈ મોકો આપવામાં આવ્યો નથી. આલોક વર્માએ કહ્યું છે કે, સમગ્ર પ્રક્રિયામાં પાર્કૃતિક ન્યાયના સિદ્ધાંતોને આખ આડા કાન કરવામાં આવ્યા છે. આલોક વર્માએ કહ્યું છે કે, પસંદગી સમિતિએ વાતનું ધ્યાન નથી રાખ્યું કે, CVCનો તે સમગ્ર રિપોર્ટતે વ્યક્તિના નિવેદન પર આધારિત છે જેની તપાસ જાતે સીબીઆઈ કરી રહી છે.

 

સીબીઆઈના પૂર્વ ચીફ આલોક વર્માને પદ પરથી હટાવ્યાના એક દિવસ પછી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ખોટા, અપ્રમાણિક અને ખૂબ નબળાં આરોપોનો આધાર બનાવીને મારી ટ્રાન્સફર કરવામાં આવી છે. આવા આરોપ એક એવા વ્યક્તિએ લગાવ્યા છે જેને મારાથી તકલીફ છે.

 


પૂર્વ ડિરેક્ટર વર્મા અને સીબીઆઈ એજન્સીમાં નંબર-2ની પોઝિશન પર રહેલા રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદ પછી કેન્દ્ર સરકારે બંને ઓફિસર્સને રજા પર મોકલી દીધા હતા. કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી 76 દિવસ પછી વર્માને ફરી ડિરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઉચ્ચઅધિકારી સમિતિ વર્મા વિશે નિર્ણય લેશે. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ સીબીઆઈ ચીફ આલોક વર્માને તેમના પર પરથી હટાવી દીધા હતા. સમિતિએ નિર્ણય 2:1થી લીધો હતો

 

આલોક વર્માએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઉચ્ચ સાર્વજનિત જગ્યાઓ પર ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે સીબીઆઈ એક મુખ્ય તપાસ એજન્સી છે. એવી સંસ્થા છે જેની સ્વતંત્રતાને સુરક્ષીત કરવી જોઈએ. સીબીઆઈને બહારની શક્તિઓના પ્રભાવમાં આવ્યા વગર કામ કરવું જોઈએ. મેં સંસ્થાની અખંડતા જાળવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે હાલ તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close