સિડની વનડે: ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, શોન માર્શ આઉટ

Date:2019-01-12 11:01:06

Published By:Jay

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેની 3 વનડે સિરીઝમાંથી પહેલી વનડે સિરીઝ આજે સિડનીમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલો બેટિંગનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 29 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા છેભુવનેશ્વર કુમાર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એપોન ફિંચને ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા છે. વિકેટ સાથે ભુવનેશ્વર કુમારે વન-ડેમાં તેની 100 વિકેટનો રેકોર્ડ પણ પૂરો કર્યો છે.

 

ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા છે. વિકેટ સાથે તેણે વનડેમાં તેની 100 વિકેટ પૂરી કરી છે. તેઓ વનડેમાં 100 વિકેટ લેનાર 19માં ભારતીય બોલર છે. તેઓ ભારત તરફથી 100 વિકેટ લેનાર 13માં ફાસ્ટ બોલર છે. જોકે તે માટે તેમણે 96 વનડે રમી છે. તે સૌથી વધારે મેચ રમીને આંક સુધી પહોંચનાર પાંચમાં ભારતીય છે.

 

ભારત વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણ કર્યો હતો. તે માટે ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં પરત ફર્યો છે. ગયા વર્ષે તેણે 20 વનડેમાં 25ની એવરેજથી માત્ર 275 રન બનાવ્યા હતા. દરમિયાન તેનો મહત્તમ સ્કોર 42 રન રહ્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close