Date:2019-01-18 10:53:43
Published By:Jay
મોનાકો: વિનેશ ફોગટને 2018 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ એવોર્ડ માટે નામાકિંત થનારી વિનેશ પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. તેને ગોલ્ફર ટાઈગર વુડ્સ સાથે 'વર્લ્ડ કમબેક ઓફ ધી યર' કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. વિજેતાની જાહેરાત 18 ફેબ્રુઆરીએ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ સમારંભમાં કરવામાં આવશે. આ પુરસ્કાર વર્ષ 2000થી શરૂ કરવામાં આવ્યા છે. વિજેતાઓની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમીના 66 સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ એવોર્ડ ગયા વર્ષે કેવું રમ્યા છે તેના આધારે મહિલા અને પુરુષ એથલિટને આપવામાં આવે છે.