MPમાં ભાજપના નેતાની હત્યા; શિવરાજને ષડયંત્રની શંકા,કરી CBI તપાસની માંગ

Date:2019-01-20 16:43:05

Published By:Jayesh

બડવાનીઃ મધ્યપ્રદેશના વરલા જિલ્લાના બલવાડી ગામમાં ભાજપના મંડળ અધ્યક્ષ મનોજ ઠાકરેની રવિવારે સવારે હત્યા થઈ છે. ઠાકરેનાં માથાનાં ભાગે, ચહેરા અને કાન પર ઈજાના નિશાન હતા. ઉપરાંત ઘટનાસ્થળે લોહીથી લથપથ પત્થર પણ મળી આવ્યો હતો. જેથી હત્યા પત્થર વડે માથું કચડીને કરવામાં આવી હોય તેવુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પહેલા પણ શુક્રવારે રાજ્યનાં મંદસૌર જિલ્લાનાં નગર પાલિકા અધ્યક્ષ અને ભાજપ નેતા પ્રહલાદ બંધવારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી

ઘટના પાછળ મોટુ ષડયંત્ર - શિવરાજસિંહ ચૌહાણ :

બન્ને ઘટનાઓમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહને મોટું ષડયંત્ર હોવાની આશંકાઓ છે. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પરિવર્તન લાવતી હતી પરંતુ અહી તો પરિવર્તનનાં નામે માણસોની હત્યા થઈ રહી છે. સમગ્ર ઘટનાઓ પાછળ મોટુ ષડયંત્ર હોઈ શકે છે. હું સીબીઆઈને તપાસની માંગ કરુ છે. મેં સરકારને ચેતવણી આપી છે કે આવી ઘટનાઓને રોકો નહિ તો ભાજપ રસ્તા ઉતરી પ્રદર્શનો માર્ગ અપનાવશે."

ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ

પોલીસ સૂત્રો પ્રમાણે, ઠાકરે સવારે ચાલવા માટે ગયા હતા, પરંતુ તેઓ પરત ઘરે આવ્યા હતા. ત્યારબાદ શોધખોળ દરમિયાન રાધા સ્વામી ભવન પાસે થોડેક દુર ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી. ઘટના બાદ બલવાડીમાં ઠાકરેનાં સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અગાઉ પણ મંદસૌરનાં નગર પાલિકા અધ્યક્ષ અને બાજપ નેતા પ્રહલાદ બંધવારની પણ ગુરુવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી

 

Cricket Score

WhatsApp Registraltion

Close