કોહલી 'ICC ક્રિકેટ ઓફ ધ યર'; ટેસ્ટ, વન-ડેનો બેસ્ટ પ્લેયર અને કેપ્ટન તરીકે પણ પસંદ

Date:2019-01-22 12:57:12

Published By:Jay

નવી દિલ્હીઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) 2018-19 માટે અવોર્ડની જાહેરાત કરી દીધી છેવિરાટ કોહલીને મેન્સ ક્રિકેટર ઓફ યર માટે સર ગારફીલ્ડ સોબર્સ અવોર્ડ મળ્યો છે. તેને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટર ઓફ યર પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે સતત બીજા વર્ષે વનડે ક્રિકેટર ઓફ યર બન્યા છે. કોહલીને આઈસીસીની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે.

કોહલી અને જસપ્રીત બુમરાહને ટેસ્ટ અને વન-ડે, બંને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને વિકેટ કિપર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સાથે આઈસીસી મેન્સ ઈમરજિંગ ક્રિકેટર ઓફ યરનો અવોર્ડ પણ મળ્યો છે. ઓપનર રોહિત શર્મા અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને વન-ડે ટીમમાં લેવામાં આવ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close