ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ નહીં, 5 લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓને જ ફાયદો

Date:2019-02-01 16:04:06

Published By:Jayesh

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જેની આશા હતી તેવું થયું છે. મોદી સરકારે ઇન્ટરિમ બજેટમાં સેલેરીડ ક્લાસ, પેન્શનર્સ, સિનિયર સિટિઝન્સ અને નાના વેપારીઓને મોટો લાભ આપ્યો છે. વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલે આજે કહ્યું કે, 5 લાખ રૂપિયાની વાર્ષિક ટેક્સેબલ આવકવાળા કરદાતાઓને હવે ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળશે અને તેઓએ કોઇ ટેક્સ નહીં આપવો પડે. જો કે, જેઓની ટેક્સેબલ ઇનકમ 5 લાખથી વધુ છે તેઓ છૂટ નહીં મળે કારણ કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નથી થયા.

ટેક્સ રેટ

સામાન્ય નાગરિક

વરિષ્ઠ નાગરિક

અતિ વરિષ્ઠ નાગરિક

0%

2.50 લાખ રૂ. સુધી 

3 લાખ રૂપિયા સુધી

5 લાખ રૂપિયા સુધી

5%

 2.50 લાખથી 5 લાખ

3 લાખથી 5 લાખ

0

20%

5 લાખથી 10 લાખ

5 લાખથી 10 લાખ

5 લાખથી 10 લાખ

30%

10 લાખથી વધુ

10 લાખથી વધુ

10 લાખથી વધુ

 

 

ટેક્સેબલ ઇનકમ 5 લાખથી વધુ તો છૂટ નહીં : નાણામંત્રીએ કહ્યું કે, નવા ફેરફારો બાદ જે લોકોની કુલ આવક 6.50 લાખ રૂપિયા સુધીની છે તેઓ જો 80C હેઠળ સેવિંગ ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાં રોકાણ કરી લેશે, તો કોઇ પ્રકારના ઇનકમ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. સાથે પહેલાંની માફક બે લાખ રૂપિયા સુધી હોમલોનના વ્યાજ, એજ્યુકેશન લોન પર વ્યાજ, રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)માં યોગદાન, મેડિકલ ઇન્શ્યોરન્સ, સિનિયર સિટિઝનને મેડિકલ ટ્રિટમેન્ટ પર ખર્ચ વગેરે પર વધુ કપાતવાળા લોકોને પણ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. આનાથી મધ્યમવર્ગના અંદાજિત 3 કરોડ કરદાતાઓને ટેક્સમાં 18,500 કરોડ રૂપિયાનો લાભ મળશે.

 

સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50 હજાર : સાથે ગત બજેટમાં લાવવામાં આવેલા સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ પણ 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. પીયૂષ ગોયલે કહ્યું કે, આનાથી 3 કરોડ પગારદારો અને પેન્શનધારકોને 4,700 કરોડ રૂપિયા સુધી વધારાનો લાભ મળશે. એટલું નહીં, બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર 10 હજારના બદલે હવે 40 હજાર રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી થઇ ગયું છે. તેઓએ કહ્યું કે, નાના કરદાતાઓને રાહત આપવા માટે મકાનના ભાડાં પર ટેક્સ કપાત માટે ટીડીએસ લિમિટને 1,80,000 રૂપિયાથી વધારીને 2,40,000 રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close