ડિયર NoMo, ખેડૂતોને 17 રૂપિયા આપી કરી બેઇજ્જતી : રાહુલ ગાંધી

Date:2019-02-01 16:14:11

Published By:Jayesh

નવી દિલ્હી  : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ રજૂ કરાયેલા બજેટ 2019ને લઇ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાંધ્યું છે. રાહુલ ગાંધીએ વચગાળાના બજેટનેઅંતિમ જુમલા બજેટગણાવ્યું છે. તેમણે ટ્વીટ કરતાં કહ્યું કેડિયર નમો, તમારી અક્ષમતા અને અહંકારના 5 વર્ષો અમારા ખેડૂતોની જિંદગી બર્બાદ કરી દીધી છે. તેમને દરરોજ 17 રૂપિયા આપી તેઓ જે કરે છે તેમની બેઇજ્જતી છે.’

 

વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે શુક્રવારના રોજ અંતિરમ બજેટમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાની અને પશુપાલન સાથે સંબંધિત રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે ફાળવણી વધારવા સહિત ખેડૂતોના હિતમાં કેટલીય જાહેરાતો પણ કરી છે.

 

કેન્દ્રીય નાણાં મંત્રી પિયૂષ ગોયલે સંસદમાં નાણાંકીય વર્ષ 2019-2020ના અંતરિમ બજેટને રજૂ કરતાં કહ્યું કે નાના અને સીમાંત ખેડૂતોને ચોક્કસ આવક સહાયતા ઉપલબ્ધ કરાવા માટે સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન)ની શરૂઆત કરી છે. ગોયલે કહ્યું કે યોજનાની અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયા ઉપલબ્ધ કરાવશે. રકમ 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં મોકલાશે. કાર્યક્રમ માટે કેન્દ્ર સરકાર નાણાં ઉપલબ્ધ કરાવશે. ડિસેમ્બર 2018થી લાગૂ કરાશે.


Cricket Score

WhatsApp Registraltion

Close